ETV Bharat / state

ચૂંટણી પછી સરકારી અધિકારીઓ સફાળા જાગ્યા, બે યુનિટોમાંથી લાખોની કરચોરી ઝડપી

મોરબી ટંકારા નજીક રેકઝીનના બે યુનિટોમાંથી 40 લાખની કરચોરી (Tax evasion lakhs caught)ઝડપાઈ છે. ટંકારામાં જીએસટી ચોરી કરતા રેકઝીનનું ઉત્પાદન કરતા બે યુનિટો(Raid two units manufacturing Recazine ) પર દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગ દ્વારા આ તપાસ દરમિયાન 40 લાખની કરચોરી ઝડપી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

ચૂંટણી પછી સરકારી અધિકારીઓ સફાળા જાગ્યા, બે યુનિટોમાંથી લાખોની કરચોરી ઝડપી
ચૂંટણી પછી સરકારી અધિકારીઓ સફાળા જાગ્યા, બે યુનિટોમાંથી લાખોની કરચોરી ઝડપી
author img

By

Published : Dec 14, 2022, 6:38 PM IST

મોરબી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની(Gujarat Assembly Election 2022) પુર્ણ થઇ ગઇ છે ત્યારે હવે એવું લાગે છે કે સરકારી ખાતા વાળા હવે આ ચુંટણીમાંથી નવરા થઇને પોતાની કામની જવાબદારી સંભાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેમકે છેલ્લા બે મહિનાથી તો સરકારી કોઇ પણ વિભાગ હોય પોતાની કામગીરી ભુલી માત્ર ચૂંટણી જ એનું એક કામ હોય તે રીતે માત્ર ચૂંટણી પર ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે ટંકારા નજીક રેકઝીનના બે યુનિટોમાંથી 40 લાખની કરચોરી ઝડપાઈ હોવાની માહિતી મળી રહી છે. જેમાં ટંકારામાં જીએસટી ચોરી કરતા રેકઝીનનું ઉત્પાદન કરતા બે યુનિટો(Raid two units manufacturing Recazine )પર દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગ દ્વારા આ તપાસ દરમિયાન 40 લાખની કરચોરી ઝડપી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

ડોક્યુમેન્ટની તપાસ હેડકવાર્ટર પ્રિવેન્ટીવ સુપ્રિ. રાજેન્દ્ર મીના, જેડી પરમાર, પુરોહિત અને ઈન્સપેકટરોના કાફલાએ ટંકારામાં આવેલ સ્વીઝર પોલી પ્લાસ્ટ અને શાલદીપ કોટીંગ નામના બે યુનિટો પર ડેટાની એનાલીસીસ કર્યા બાદ દરોડાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. અને ડોકયુમેન્ટની ચકાસણી હાથ ધરવામા આવતા રૂપિયા 40 લાખની ચોરી બહાર આવી હતી. આ બંને યુનિટો દ્વારા અંડર ઈન્વોઈસ અને બીલ વગર તૈયાર માલનું વેચાણ કરવામા આવતું હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. આથી બંને યુનિટો પાસેથી રીકવરીની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

ચુંટણી પૂર્ણ વિધાનસભા ચૂંટણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જીએસટી ચોરી કરતા યુનિટોના ડેટા શોધવાનું કામ શરૂ કર્યું છે. અને જીએસટી ચોરી કરતા(GST evasion) અનેક યુનિટોના ડેટા એકત્ર કરવામા આવ્યા છે. તેને આધારે આગામી દિવસોમાં વધુ દરોડાની કાર્યવાહી હાથ ધરાશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.