ETV Bharat / state

Supply department Maliya: માળિયા પુરવઠા વિભાગ અને મામલતદાર ટીમ અનાજ કૌંભાડ કરનાર સંચાલક સામે એકશન મુડમાં - Mamlatdar team Maliya

મોરબી જિલ્લામાં અલગ-અલગ સસ્તા અનાજની દુકાનમાં (Cheap grocery store) વારંવાર ગરીબ જનતાના અનાજનો બારોબાર વહીવટ પતાવી દેવામાં આવતો હોય છે, ત્યારે માળિયા તાલુકાના ગ્રાહક સેવા ભંડારમાં (Customer Service Store) શનિવારના રોજ સાંજના માળિયા પુરવઠા વિભાગ (Supply department Maliya) અને મામલતદાર ટીમે (Mamlatdar team Maliya) દરોડા પાડીને અનાજના જથ્થાને સીઝ કર્યો હતો.

Supply department Maliya: માળિયા પુરવઠા વિભાગ અને મામલતદાર ટીમ અનાજ કૌંભાડ કરનાર સંચાલક સામે એકશન મુડમાં

author img

By

Published : Dec 20, 2021, 5:59 PM IST

મોરબી: જિલ્લામાં અલગ-અલગ સસ્તા અનાજની દુકાનમાં વારંવાર ગરીબ જનતાના અનાજનો બારોબાર વહીવટ પતાવી દેવામાં આવતો હોય છે, ત્યારે માળિયા તાલુકાના ગ્રાહક સેવા ભંડારમાં (Cheap grocery store) શનિવારના રોજ સાંજના માળિયા પુરવઠા વિભાગ (Supply department Maliya) અને મામલતદાર ટીમે (Mamlatdar team Maliya) દરોડા પાડીને જથ્થાને સીઝ કર્યો હતો. આ પ્રકારની ઘટના એક માસમાં બીજીવાર ઝડપાઈ હોવાથી લોકો દ્વારા જીલ્લા પુરવઠા અધિકારીને રીપોર્ટ કરીને ગ્રાહક સેવા ભંડાર કાયમી બંધ કરવા કહેવામાં આવ્યું છે.

ગ્રાહક સેવા ભંડારને બંધ કરવા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરાયો

માળિયાના ગ્રાહક સેવા ભંડારના સંચાલકની ગેરરીતિની ફરિયાદને પગલે પુરવઠા વિભાગ ટીમે ગત તા.૨૨ નવેમ્બરના રોજ સરપ્રાઈઝ ચેકિંગ (Surprise checking) કરી ૨.૭૭ લાખનો જથ્થો સીઝ કર્યો હતો, છતાં પણ ગ્રાહક સેવા ભંડારનો સંચાલક હજુ ગેરરીતી કરતો હોવાની ફરિયાદો અને અનઅધીકૃત રીતે અનાજનો જથ્થો બાજુમાં આવેલા એક મકાનમાં રાખ્યો હોવાની બાતમી મળતા શનિવારના રોજ માળિયા મામલતદાર ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી.

માળિયા મામલતદારે ઘઉં, તેલ, કેરોસીનનો જથ્થો જપ્ત કર્યો

હિસાબી પુરાવા મળી આવતા પુરવઠા વિભાગની ટીમે અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો. માળિયા મામલતદાર ટીમે ૪૫૫ કિલો ઘઉં, ૨૦૨૮ કિલો ચોખા, ૧૩૮ લીટર તેલ, ૮૭૭ કિલો તુવેરદાળ અને ૨૨૮ લીટર કેરોસીનનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. એક મહિનાની અંદર આ પ્રકારની રેડ બે વાર કરવામાં આવી છે. ગ્રાહક સેવા ભંડારનો સંચાલક સુધરવાનું નામ ના લેતો હોય, જેથી સંચાલક કપૂર સામે આકરી કાર્યવાહી કરવા અને ગ્રાહક સેવા ભંડાર કાયમી બંધ કરી દેવા જીલ્લા પુરવઠા અધિકારીને રીપોર્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી મામલતદાર ડી સી પરમારે આપી હતી.

આ પણ વાંચો: કોરોના કાળમાં સરકારી અનાજમાં થયેલા કૌભાંડ અંગે ભાજપ કેમ ચૂપ છે, કોંગ્રેસનો સરકારને સવાલ

નિઃશુલ્ક રાશન ન લેનારા લાભાર્થીઓના રાશનકાર્ડ કરાયા બંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.