ETV Bharat / state

મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આચાર્યના પ્રશ્નો બાબતે કલેકટરને આવેદન આપ્યું

author img

By

Published : Dec 3, 2020, 5:46 PM IST

છેલ્લા દોઢ વર્ષથી 4200 ગ્રેડ પે બાબતે વારંવાર સરકારને રજુઆત કરતા શિક્ષકો અને આચાર્યોની અન્ય માંગણીઓ ન સંતોષાતા મોરબી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ફરી એકવાર રજુઆત કરવામાં આવી હતી. પોતાની રજુઆત ઉચ્ચ સ્તરે પહોંચાડવા જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. સાથે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાશે.

morbi
morbi
  • અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા આચાર્યના પ્રશ્નો બાબતે કલેકટરને આવેદન આપ્યું
  • ગાંધીનગર ખાતે શિક્ષકો યોજશે ધરણા કાર્યક્રમ
  • જિલ્લા વાઈઝ 50 શિક્ષકો ધરણા પર બેસશે

મોરબીઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અનેક રજૂઆતો બાદ પણ છેલ્લા દોઢ વર્ષથી સરકારએ 4200 ગ્રેડ પે બાબતે નીતિવિષયક નિર્ણય કરી પરિપત્ર હજુ સુધી કર્યો નથી. રાજ્યના 65000થી વધુ શિક્ષકોને અસર કરતો પ્રશ્ન સંગઠનની વારંવારની મુલાકાત અને રજુઆત બાદ 25/06/2019નો પત્ર સ્થગિત કરવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે એને પણ 3 માસ કરતા વધુ સમય વીતી ગયા છે. છતા કોઈ નિરાકરણ નહિ મળતા અને HTAT આચાર્યોના આર.આર.અને ઓવર સેટ અપ બાબતની રજુઆતનો કોઈ નિર્ણય થયો નથી. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, ગુજરાત રાજ્યના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના શિક્ષકો જોડાઈને ભાગ લે તે માટેનું આયોજન કરવામાં આવેલુ છે.

ઓનલાઈન કામગીરીનો પણ શિક્ષકો કરશે બહિષ્કાર

અન્વયે તારીખ 08થી જિલ્લા વાઈઝ 50-50 શિક્ષકો ગાંધીનગર ખાતે તારીખ 25/01/2021 સુધી દરરોજ ધરણા પર બેસવાનું અને તારીખ 12થી હાલ અનેકવિધ કામગીરી ઓનલાઈન કરાવવામાં આવે છે. એ ઓનલાઈન કામગીરીનો શિક્ષકો દ્વારા બહિષ્કાર કરવો વગેરે આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા કરેલો છે. આ આયોજન અને 4200 ગ્રેડ પે અને HTAT આચાર્યોના પ્રશ્નો ઉકેલવા માટે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.