ETV Bharat / state

7 વર્ષે પહેલા જમીન મામલે આધેડ પર બોલેરો ચડાવી દીધો, કોર્ટે આરોપીઓને આપી આજીવન કેદ - મોરબીમાં હત્યા કેસ

હળવદના ઘનશ્યામપુર ગામે આધેડને જમીન ખાલી કરવા મામલે બોલેરો ગાડી ચડાવી દેતા હત્યામાં (aged land killing in Halvad) મામલો ફેરવાયો હતો. જે કોર્ટમાં કેસ ચાલી જતા આજે સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે બે આરોપીઓને આજીવન કેદની સજા આપી છે. (Ghanshyampur village aged land killing)

7 વર્ષે પહેલા જમીન મામલે આધેડ પર બોલેરો ચડાવી દીધો, કોર્ટે આરોપીઓને આપી આજીવન કેદ

author img

By

Published : Dec 20, 2022, 8:38 PM IST

મોરબી : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં 7 વર્ષ પહેલા આધેડને જમીન (Murder case in Morbi) ખાલી કરવા મામલે બોલાચાલી ચાલતી હતી. ત્યારે ત્રણ શખ્સો દ્વારા બોલેરો ગાડી આધેડના માથે ચડાવી દઇને તેની હત્યા કરતા ચકચાર ફેલાઇ હતી. આ હત્યા કેસનો આજે સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. હત્યાના કેસમાં બે આરોપીઓને ગુનેગાર ઠેરવી બન્નેને આજીવન કેદની સજા દંડ આપવાનો હુકમ કર્યો છે. જ્યારે અન્ય એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. (Ghanshyampur village aged killing case court)

શું હતો સમગ્ર મામલો હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે તારીખ 31મી મે 2016ના રોજ કિશોર વાલજીભાઈ રાઠોડ અને તેના પરિજનો સાથે તેમની જ્ઞાતીની મંડળીની જમીન ખેડતા હતા. એ સમયે આરોપી ધીરૂ પટોળીયા, નાગજી રબારી અને વિનોદ ઉર્ફે વીનું રાતોજા પોતાની માલીકીની બોલેરો ગાડી લઈને આવ્યા હતા અને જમીન ખાલી કરવાની ધમકી આપી હતી. પરંતુ કિશોરભાઈએ પ્રતિકાર કરતા આરોપીઓએ કિશોરભાઈ અને તેમના પરિજનો પર બોલેરો ગાડી ચડાવી દીધી હતી. (Ghanshyampur village aged land killing)

આ પણ વાંચો લવ સ્ટોરીનો કરૂણ અંજામ, ડભોઈમાં પ્રેમિકાએ પૂત્ર સાથે મળી કરી પ્રેમીની હત્યા

મૃતકના ભાઈએ પોલીસ ફરીયાદ દાખલ કરી કિશોરભાઇને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેને પગલે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી કિશોરભાઈના ભાઈ નટુભાઈ રાઠોડે હળવદ પોલીસ મથકમાં ત્રણેય આરોપી વિરુદ્ધ કિશોરભાઈની હત્યાની અને અન્ય લોકોના હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરી હતી. જેથી પોલીસે ગુનો નોંધીને તેની ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ પૂરાવા સહિત સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. (aged land killing in Halvad)

આ પણ વાંચો સુરત રેલવે ટ્રેક પર મૃતદેહ ફેકનાર આરોપીઓની ધરપકડ, પત્નીએ પ્રેમી સાથે મળીને કરી હત્યા

આજે કોર્ટમાં કેસ ચાલી જતા ચુકાદો આપ્યો આ હત્યા કેસનો આજે મોરબીની સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટમાં વી.એ.બુદ્ધ સાહેબે ચુકાદો જાહેર કર્યો છે. જ્યાં સરકારી વકીલ સંજય દવેની ધારદાર દલીલોને ધ્યાને લઇ કોર્ટે આરોપી નાગજી બાંભવા, વિનોદ ઉર્ફે વીનું રાતોજાને દોષિત ઠેરવી આજીવન કેદ તેમજ રૂપિયા 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે ત્રીજા આરોપી ધીરુ પટોળીયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. (Morbi Crime News)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.