મોરબીઃ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પરના ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા હાસમભાઈ રાઉમા બહારગામ ગયા હતા અને તેના પુત્ર તેમજ પુત્રી નજીકમાં રહેતા ફૈબાના ઘરે રાત્રે સુવા ગયા હતા. જેથી તેમના ઘરે તાળું લગાવ્યું હતું. જે બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં પ્રવેશ કરીને ઘરમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી ગયા હતા.
ઘરના તાળા તૂટેલા જોવા મળતા પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી અને LCB તેમજ એ ડીવીઝન પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને ચોરીના બનાવની તપાસ ચલાવી હતી. જે મામલે ચોરીના બનાવ મામલે મહમદભાઈ ઉમરભાઈ રાઉમાએ ફરિયાદ નોંધવી છે કે, ફરિયાદીના ભાઈ તથા ભાભી બહાર ગયેલ હોય અને ઘરે તાળું મારેલ હતું, ત્યારે તારીખ 11ના રોજ ઘરના મેઇનના દરવાજાનો નકુચો તોડી કોઇ ચોર ઇસમે ઘરમા પ્રવેશી ઘરના કબાટના લોક તોડી કબાટમા રાખેલ સોનાના દાગીના આશેર સાડા પાંચ તોલા કીંમત રૂપિયા 1,40,000/-તથા ચાંદીના દાગીના આશેર સાડા સાતસો ગ્રામ કિંમત.રૂપિયા-30.000/-તથા રોકડ રૂપીયા-3,00,000/-મળી કુલ કિંમત રૂપિયા-4,70,000/-ના મતાની ચોરી કરી હોવાની ફરિયાદ નોધાઇ હતી.