- વેપારી એસોસિએશનનો નિર્ણય
- હોલસેલના વેપારીઓએ બપોરના 2 પછી દુકાનો બંધ રાખી
- તમામ વેપારીઓએ સ્વૈછિક દુકાનો બંધ રાખી
મોરબીઃ શહેરમાં ખાદ્યતેલ વેપારી એસોસિએશન અને મોરબી ધ ગ્રેન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન તેમજ જથ્થાબંધ અનાજ કરીયાણાના વેપારીઓએ કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે દુકાનો બપોરે 2 સુધી જ ખુલ્લી રાખવા નિર્ણય કર્યો છે. જે મુજબ સોમવારથી બપોરે 2 સુધી દુકાનો ખુલી રહેશે અને બપોર બાદ વેપારીઓ બંધ પાળશે. બપોરના 2 વાગ્યા બાદ બંધને વેપારીઓ દ્વારા સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો અને 150 જેટલા વેપારીઓએ પોતાની દુકાનો બપોરના 2 વાગ્યા બાદ બંધ કરી હતી.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણમાં વધારો, ખાનપુરના વેપારીઓ બે દિવસ દુકાનો સ્વયંભુ રાખશે બંધ
વેપારીઓએ સ્વૈચ્છિક આંશિક બંધનો નિર્ણય કર્યો
જોકે અનાજ કરીયાણા છૂટક વેપારીઓ હજુ આંશિક બંધમાં જોડાવવાનો નિર્ણય કર્યો નથી. મોરબીમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. વેપારીઓએ સ્વૈચ્છિક આંશિક બંધનો નિર્ણય કર્યો છે અને મોરબીને સુરક્ષિત રાખવા પોતાની જવાબદારી નિભાવવા તેઓ આગળ આવ્યા છે.
આ પણ વાંચોઃ આણંદ જિલ્લાના સારસા ગામમાં લોકડાઉન, કોરોનાના કેસમાં વધારો થતા કરાયો નિર્ણય