ETV Bharat / state

Shaktisinh Gohil In Morbi: શક્તિસિંહ ગોહિલના ભાજપ સરકાર પર ચાબખા, પેપરકાંડથી લઇને શિક્ષણની સ્થિતિ સહિતના મુદ્દે ઘેરી

મોરબીની મુલાકાતે આવેલા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil In Morbi) ગુજરાત સરકારને શિક્ષણ પોલીસ ગ્રેડ પે અને પેપરકાંડને લઇને ઘેરી હતી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે પેપર ફોડવામાં ભાજપના જ કાર્યકરો અને નેતાઓ મૂળમાં છે. તેમણે રાજ્યમાં ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષણ કથળ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

શક્તિસિંહ ગોહિલના ભાજપ સરકાર પર ચાબખા, પેપરકાંડથી લઇને શિક્ષણની સ્થિતિ સહિતના મુદ્દે ઘેરી

author img

By

Published : Apr 12, 2022, 9:31 PM IST

મોરબી: સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે મોરબીની (Shaktisinh Gohil In Morbi) મુલકાતે આવ્યા હતા. શક્તિસિંહ ગોહિલે ભાજપની સરકાર પર આક્રારા પ્રહારો કર્યા હતા. તેમણે મોરબીને મળનારી મેડિકલ કોલેજ (medical college in morbi) ખાનગી સંસ્થાને આપીને મોરબીની અન્યાય થતો હોવાની વાત કરી હતી. તો શિક્ષણ મુદ્દે ચાલતી રાજનીતિ (Politics On Education In Gujarat) મામલે પણ સરકારી શાળાનું શિક્ષણ ખોરવાયું (Quality Of Education In Gujarat) હોવાની વાત કરી હતી.

સરકારી શાળાનું શિક્ષણ ખોરવાયું - શક્તિસિંહ ગોહિલ

પોલીસના ગ્રેડ પે મામલે બોલ્યા શક્તિસિંહ- જિલ્લા કોંગ્રેસ કાર્યલય (District Congress Office Morbi) ખાતે જિલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલ અને ધારાસભ્ય લલિત કગથરા સાથે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરસનું આયોજન કર્યું હતું. તેમણે પોલીસના ગ્રેડ પે (police grade pay in gujarat) મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, નીલમ મકવાણા પોતાના ગ્રેડ પે માટે લડતી (police grade pay protest in gujarat) રહી. તેને હોસ્પિટલમાં પહોંચી અને અવયવો દાન કર્યા ત્યાં સુધી સરકાર નમી નહોતી. ગુજરાતમાં પેપરો (Paper Leak Scam In Gujarat) ફૂટે છે, જેથી ગુજરાતના યુવાનોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

આ પણ વાંચો: Congress Azaadi Gaurav Yatra 2022: ગાંધી આશ્રમથી કોંગ્રેસની 1100 કિમીની ગૌરવ યાત્રાનું થયું પ્રસ્થાન

પેપર ફૂટવાના મૂળવમાં ભાજપના જ નેતાઓ- શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, પેપર ફોડનારા ભાજપના જ કાર્યકરો (BJP Workers In Gujarat) અને નેતાઓ મૂળમાં છે અને લાખો રૂપિયામાં પેપરો વહેંચ્યા છે. એની સામે લાલબત્તી કરનારા યુવરાજસિંહ સામે 307 લગાવવામાં આવી છે. હું એક વકીલ છું એટલે કહું છું કે, 307 લાગે જ નહીં. તો મોરબીને ગ્રીન મેડિકલ કોલેજ (green medical college morbi)ની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે બ્રાઉન મેડિકલ કોલેજ મળશે તેવી જાહેરાત કરવા મામલે તેમણે જણાવ્યું હતું કે, મોરબીના લોકોને મેડિકલ કોલેજ મળે તે માંગણી યોગ્ય હતી.

સત્તાનો દુરઉપયોગ થઇ રહ્યો છે- તેમણે વધુમાં કહ્યું કે, ચુંટણી આવે એટલે જાહેરાત કરવાની પણ પ્રાઈવેટ મેડિકલ કોલેજ મોરબી (Private Medical College Morbi)ને નથી જોઈતી, સરકારી મેડિકલ કોલેજની માંગણી પૂરી કરવી જોઈએ. તેમણે સવાલ કર્યો હતો કે, કયા ઉદ્યોગપતિના ઈશારે પ્રાઈવેટ મેડિકલ કોલેજની મંજૂરી આપીને લાખો રૂપિયા કમાવાના સપના સેવાય છે? શક્તિસિંહે હાર્દિક પટેલને આજે કોર્ટ દ્વારા કેસમાં સ્ટે આપવામાં મામલે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને રાહત મળી છે અને આજે સરકારની સત્તાનો દુરઉપયોગ થઇ રહ્યો છે તે દાખલો ઊભો થયો છે.

આ પણ વાંચો: Academic recruitment: ગુજરાતમાં કોંગ્રસ દ્વારા વિદ્યાસહાયક ભરતીની જગ્યામાં વધારો કરવા માગ

ભાજપની સરકારમાં ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી છે- દિલ્હીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા દ્વારા ભાવનગર (Manish Sisodia In Bhavnagar) જિલ્લાની મુલાકાત લઈને શાળાઓનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જે મામલે શક્તિસિંહ ગોહિલે આક્રારા પ્રયાર કર્યા હતા અને જણાવ્યું કે, ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે ભાજપની સરકારમાં ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી છે. સરકારી શાળાઓ (Government Schools In Gujarat)નું શિક્ષણ બિલકુલ ખોરવાયું છે અને પ્રાઈવેટ મનમાની ચલાવી રહી છે. પ્રાઈવેટ શૈક્ષણિક સંસ્થાઓ (Private educational institutions In Gujarat) ફૂલે અને ફાલે તેવી સરકારની નીતિ છે.

RTE મુજબ ગરીબોના બાળકોને નથી મળતો શિક્ષણનો અધિકાર- વધુમાં તેમણે જણાવ્યું કે, જે ગુજરાતમાં ઉત્તમ શિક્ષણ સરકારી શાળાઓમાં મળતું હતું શિક્ષકોની ઘટ નહીં, શાળાના ઓરડા, પુરતી વ્યવસ્થા અને રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો (right to education in gujarat) કોંગ્રેસની સરકાર લાવી તે કાયદાને પાંગળો બનાવીને પ્રાઈવેટને ફાયદો થાય અને ગરીબોના બાળકોને RTE મુજબ શિક્ષણના અધિકારથી ભણવું જોઈએ તે પણ નથી થતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.