ETV Bharat / state

વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યને ભાજપને સોંપવામાં પોલીસની ભૂમિકા હોવાનો આક્ષેપ

વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના કોંગ્રેસી સદસ્ય સુરેશભાઈને તાલુકા પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. અરજીને પગલે તેનું નિવેદન લેવાના બહાને પોલીસ મથકે બોલાવી તાલુકા PSI આર. પી. જાડેજાએ ખાનગી વાહનમાં સદસ્યને રવાના કરી ભાજપને સોંપી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

author img

By

Published : Mar 13, 2021, 10:55 PM IST

વાંકાનેર તાલુકા પંચાયત
વાંકાનેર તાલુકા પંચાયત
  • વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યને ભાજપને સોપવામાં પોલીસની ભૂમિકાના ગંભીર આક્ષેપ
  • PSI આર. પી. જાડેજાએ ખાનગી વાહનમાં સદસ્યને રવાના કરી ભાજપને સોપી દીધા હોવાનો આક્ષેપ
  • વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે લોકોના ટોળા ભેગા થયા

મોરબી : વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના કોંગ્રેસી સદસ્ય સુરેશભાઈને તાલુકા પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. અરજીને પગલે તેનું નિવેદન લેવાના બહાને પોલીસ મથકે બોલાવી તાલુકા PSI આર. પી. જાડેજાએ ખાનગી વાહનમાં સદસ્યને રવાના કરી ભાજપને સોંપી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય ગાયબ થવાની ઘટના વાયુવેગે પ્રસરી જતા વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે લોકોના ટોળા ભેગા થયા હતા.

આ પણ વાંચો - વાંકાનેરના જીતુ સોમાણીનો લેટર બોમ્બ, ભાજપ પ્રમુખ-સાંસદ સામે ગંભીર આક્ષેપો કર્યા

વાંકાનેર તાલુકા પોલીસની ભૂમિકા શંકાસ્પદ : ધારાસભ્ય પીરઝાદા

સુરેશભાઈ નામના સદસ્યને પોલીસ સ્ટેશન બોલાવી બાદમાં ખાનગી કારમાં લઇ જઈને ભાજપને સોપવામાં આવ્યા હતા. PSI જાડેજાએ અરજી આવી હોવાનું જણાવી તપાસ માટે નિવેદન નોંધવા બોલાવી બાદમાં ભાજપને સોપવામાં આવ્યા હતા. PSIની ભૂમિકા શંકાસ્પદ હોવાથી આ મામલે હાઈકોર્ટ અને સરકારમાં રજૂઆત કરવામાં આવશે, તેમ પણ ધારાસભ્ય મહમદ પીરઝાદાએ જણાવ્યું હતું અને વિધાનસભામાં પણ પ્રશ્ન ઉઠાવશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો - મોરબી લોક વિજ્ઞાન કેન્દ્રમાં 'આપણા જીવનમાં વિજ્ઞાનનું મહત્વ' વિષય પર સેમીનાર યોજાયો

આક્ષેપો તદન ખોટા, પરિવારને સોંપ્યા હતા : PSI આર. પી. જાડેજા

આ બનાવ અંગે દીકરી-જમાઈએ અરજી કરી હતી કે, તેનું અપહરણ થયું હતું. જેથી બોલાવી નીવેદન નોંધ્યું હતું અને બાદમાં પરિવાર સાથે જવા ઇચ્છતા હોવાથી તેમને પરિવારને સોપ્યા હતા. મારા પર લગાવવામાં આવેલા આક્ષેપો કરવામાં આવ્યા છે, તે તદ્દન ખોટા છે.

આ પણ વાંચો - મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય ચેતના-રાષ્ટ્રભાવ-સ્વતંત્રતાનો ઇતિહાસ ઉજાગર કાર્યક્રમો યોજાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.