ETV Bharat / state

માળીયાના કુંતાસીમાં સસ્તા અનાજ દુકાનના સ્ટોકમાં તફાવત, જથ્થો સીઝ કરાયો

મોરબી જિલ્લાના માળીયાના કુંતાસીમાં સસ્તા અનાજ દુકાનના સ્ટોકમાં તફાવત જણાતા જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પુરવઠા વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતા ગેરરીતી સામે આવી હતી.

author img

By

Published : May 30, 2020, 1:03 PM IST

સસ્તા અનાજ દુકાન
સસ્તા અનાજ દુકાન

મોરબી: માળીયા તાલુકાના કુંતાસી ગામે વ્યાજબી ભાવની દુકાનમાં ગેરરીતીની ફરિયાદને ધ્યાનમાં રાખીને પુરવઠા વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતા ગેરરીતી સામે આવી હતી. જેમાં અને સ્ટોકમાં મોટો તફાવત ધ્યાને આવતા જથ્થો સીઝ કરાયો છે.

માળીયા તાલુકાના કુંતાસી ગામે વ્યાજબી ભાવની દુકાન ધરાવતા લખમણભાઈ લાલજીભાઈ ભાંભીની દુકાનમાં ગેરરીતીની ફરિયાદો મળતી હોવાથી માળીયા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવ્યું હતું. જેમાં ગેરરીતિઓ ધ્યાને આવતા દુકાનની બહાર પ્રિન્ટ કરેલા ભાવનું બોર્ડ લગાવેલું નથી. NFSA બોર્ડનું પ્રિન્ટ કરીને આપેલું છે, તેમાં જથ્થાની જેમ જ ભાવની વિગતો લખવામાં આવેલી નથી. તેમજ સુચનાનો ભંગ કર્યો હતો.

આ ઉપરાંત સ્ટોક ચેક કરવામાં આવતા સ્ટોકમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. જેથી ઘઉં 2727 કિલો કિંમત રૂ 5454, ચોખા 464 કિલો કિંમત રૂ 1392, ખાંડ 166 કિલો કિંમત રૂ 3552, ચણા 104 કિલો કિંમત રૂ 4264 મળીને કુલ સરકારી કિંમત રૂ 14662.20નો જથ્થો સિઝ કરવામાં આવ્યો છે.

આ જથ્થો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કાર્ડધારકોને કોરોના મહામારીને પગલે મુશ્કેલી ના પડે અને વિનામુલ્યે મળી રહે તેવા હેતુથી વિતરણ કરવા પરત સોપવામાં આવે છે. જેના હિસાબો અલગથી નિભાવવાના રહેશે અને આ હુકમ અન્વયે સક્ષમ અધિકારી તરફથી નિર્ણય લેવામાં આવે જે બંધનકર્તા રહેશે. તેમ પણ સીઝર ઓર્ડરમાં નાયબ મામલતદારે જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.