- છરી બતાવી લૂંટ કરતા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ચાર વ્યક્તિઓની પાસેથી ત્રણ લૂટારૂઓએ રૂપિયા 4.21 લાખની લૂંટ ચલાવી
- લૂંટ ચલાવતા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
મોરબી: અમરેલી ગામના પાટીયા પાસેથી ગઈકાલે શુક્રવારે રાત્રીના ત્યાંથી પસાર થતા વાહનચાલકોને 3 શખ્સોએ છરી બતાવી લૂંટ ચલાવી હતી. જેમાં 4 વ્યક્તિઓ પાસથી લૂટારાઓએ રૂપિયા 4.21 લાખની લૂંટ ચલાવી હતી. જેમાં એક વ્યક્તિને છરી લાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લૂટારાઓને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી તો એક આરોપી હાથવેંતમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું.
ચાર વ્યક્તિઓ પાસેથી ત્રણ લૂટારૂઓએ રૂપિયા 4.21 લાખની લૂંટ ચલાવી
મોરબીના અમરેલી ગામના પાટીયા પાસેથી ગઈકાલે શુક્રવારે રાત્રીના પસાર થતા વાહનચાલકોને 3 શખ્સોએ છરી બતાવી લૂંટ ચલાવી હતી. જેમાં 4 વ્યક્તિઓ પાસથી લૂટારાઓએ રૂપિયા 4.21 લાખની લૂંટ ચલાવી હતી. બનાવની મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા પંકજભાઈ પ્રભુભાઈ બાવરવાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે અને તેનો ભત્રીજો વિમલેશ નેકસા પેપરમિલમાં કરિયાણાની દુકાન ચલાવે છે. ગઈકાલે શુક્રવારે હિસાબના રૂપિયા 4 લાખ બેગમાં ભરીને બંને અલગ-અલગ બાઇક પર મોરબી કંડલા વાળા રોડ પરથી રાત્રે અંદાજે પોણા દસ વાગે પસાર થઈ રહ્યા હતા. ત્યારે અમરેલી ગામ નજીક ટ્રાફિક જામ હોવાથી તે ત્યાં ઉભો રહ્યો હતો. ત્યારે એક શખ્સે તેમને છરી બતાવી તેમની પાસે રહેલા રૂપિયા 4 લાખ ભરેલો થેલો લૂંટી લીધો હતો. ત્યારબાદ તેમને છરી મારવા આવતા તેઓ ખેતરમાં ભાગી ગયા હતા. તેની સાથે રહેલા અન્ય શખ્સો બીજા વાહનચાલકો સાથે માથાકૂટ કરતા હતા. ત્યારે તરત જ સાઈડમાં જઈને તેઓએ પોલીસને ફોન કર્યો હતો. ત્યાં તેમનો ભત્રીજો વિમલેશ પણ ભેગો થયો હતો. આ શખ્સોએ તેનો મોબાઈલ અને રૂપિયા 5 હજાર લૂંટી લીધા હતા. શખ્સોએ રોહિત દયાલજી પટેલને પણ છરી મારીને રૂપિયા 6400ની લૂંટ ચલાવી હતી તેમજ નવનીત નાનજીભાઈના બે મોબાઈલ અને રૂપિયા 10 હજાર લૂંટી લીધા હતા. તેમજ તેને માથામાં ઈજા કરી હતી. ત્રણ લૂટારાઓએ ચાર વ્યક્તિઓ પાસેથી રૂપિયા 4.21 લાખની લૂંટ ચલાવી હતી. લૂટારાએ એક કારના કાચ પણ તોડયા હતા. જેમાં પોલીસે ફરિયાદ નોંધી આરોપી વિરુદ્ધ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
છેલ્લા કેટલાક દિવસથી લૂંટને આપતા હતા અંજામ : સૂત્રો
વધુમાં મળતી વિગત મુજબ લૂટારાઓ હાઈવે પર પંચરવાળાની દુકાનથી ધમકાવીને ટાયર લાવ્યા હતા. તેની આડશ ઉભી કરી વાહનો રોકી અને લૂંટ ચલાવતા હતા. આ ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ, L.C.B., S.O.G., DYSP સહિતના ઉચ્ચ અધિકારોએ દોડી ગયા હતા અને આરોપીને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ છેલ્લા કેટલાક દિવસથી લુંટને અંજામ આપતા હતા.