- મોરબીમાં પ્રજાસતાક પર્વની ઉજવણી
- પરેડ, સાસ્કૃતિક કાર્યક્રમ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું
- 18 જેટલા કર્મચારી-અધિકારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા
મોરબીઃ જિલ્લામાં 72માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી એલ. ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર જે. બી. પટેલના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવ્યાં બાદ પરેડ યોજાઈ હતી. તેમજ દેશભક્તિના માહોલને અનુરૂપ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અને કોવીડમાં ઉત્તમ કામગીરી કરનારા 18 જેટલા કર્મચારી અને અધિકારીઓને સન્માનીત કરવામાં આવ્યાં હતા. તેમજ ગણતંત્ર દિવસ નિમિત્તે માર્ગ-મકાન (પંચાયત) સબડિવિઝન કચેરીના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
અધિકારીઓ-પદાધિકારીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે કલેક્ટર જે. બી. પટેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, પોલીસવડા એસ. આર. ઓડેદરા, અધિક કલેક્ટર કેતન જોશી, ડીવાયએસપી રાધિકા ભારાઇ, ડે.કલેકટર દેવેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા અને મહામંત્રી જયરાજસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારી વચ્ચે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોવીડની ગાઇડલાઇન મુજબ મર્યાદીત સંખ્યામાં અને સાવચેતી પૂર્વક કરવામાં આવી હતી.