- વાંકાનેરની જ્ઞાનગંગા હાઈસ્કૂલે સરકારના નિયમનો કર્યો ભંગ
- શાળાએ વિદ્યાર્થીઓને બોલાવી અભ્યાસ કરવવામાં આવ્યો
- શિક્ષણ વિભાગે કારણદર્શક નોટિસ ફટકારી
મોરબીઃ વાંકાનેરની જ્ઞાનગંગા હાઈસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે શિક્ષણ વિભાગે સ્થળ પર રૂબરૂ પહોંચી તપાસ કરી હતી. જેમાં શાળામાં 100 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા હતા.
શિક્ષણ વિભાગની કાર્યવાહી
શિક્ષણ વિભાગની ટીમે તપાસ કરતા શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને શાળમા બોલાવી અભ્યાસ કરાવી અને નિયમોનો ભંગ કર્યો હતો. જેથી શાળા સંચાલકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. સકારના ઓનલાઈન શિક્ષણના નિયમની શાળા સંચાલકો દ્વારા અવગણના કરવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણઅધિકારી બી એમ સોલંકીએ જણાવ્યું હતું કે હાલ શાળાને નોટીસ આપી છે અને જવાબ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.