મોરબી : જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ ૩૦ કેસો નોંધાયા હતા. જેમાં મોરબીના મુકતા ફળી સંઘવાઈ શેરી 63 વર્ષના મહિલા, રોટરીનગરના ૫૫ વર્ષના પુરુષ, મંગલદીપ એપાર્ટમેન્ટ નીતિનપાર્ક, રવાપર રાજપરના 58 વર્ષના પુરુષ, મોરબીની સુભાષનગર સોસાયટીમાં રહેતા 38 વર્ષના પુરુષ અને 68 વર્ષના પુરુષ, મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા 46 વર્ષની મહિલા, ૮૨ વર્ષની મહિલા, નવી પીપળી ગામે પાંચ કેસોમાં 51 વર્ષના મહિલા,26 વર્ષના પુરુષ, 25 વર્ષની મહિલા, 54 વર્ષની મહિલા,અને 70 વર્ષની મહિલા, વાવડી રોડના 41 વર્ષની મહિલા, મહેન્દ્રનગરના 70 વર્ષના પુરુષ, ટંકારા રોહીશાળાના 23 વર્ષના પુરુષ, ટંકારાના નેકનામના 53 વર્ષના પુરુષ, વાંકાનેરના કોઠીના રહેવાસી 65 વર્ષના પુરુષ, મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા 55 વર્ષની મહિલા,
મોરબીના ખેરની વાડી શનાળા રોડમાં રહેતા 58 વર્ષના પુરુષ, ભાંડિયાની વાડી શનાળા રોડના 36 વર્ષની મહિલા, ભાંડિયાની વાડીના 33 વર્ષના પુરુષ, કાલિકા પ્લોટ શિવ સોસાયટીમાં રહેતા ૪૮ વર્ષના પુરુષ, મહેન્દ્રનગરના 49 વર્ષના પુરુષ, ગ્રીનચોકના 24 વર્ષના પુરુષ, આનંદનગર સો ઓરડીના ૫૫ વર્ષના પુરુષ, રવાપર રોડના 59 વર્ષના પુરુષ, પંચાસર રોડના ૫૨ વર્ષના પુરુષ, વેજીટેબલ વાળી શેરી સો ઓરડીના 80 વર્ષની મહિલા, ઘાંચી શેરીના 71 વર્ષના મહિલા અને પખાલી શેરીના 70 વર્ષની મહિલા એમ 30 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે તો વધુ પાંચ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે
મોરબી જિલ્લામાં નવા 30 કેસો સાથે કુલ કેસનો આંક 295 થયો છે. જેમાં 118 એક્ટીવ કેસ, 157 દર્દીઓ સ્વસ્થ થયા છે તો 20દર્દીના જિલ્લામાં મોત થયા છે.