મોરબી : જિલ્લાના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની 5 વર્ષની બાળકીને પાડોશમાં રહેતા રવિ પરમસુખભાઈ બધેલ નામના ઇસમે અંધકાર અને એકલતાનો લાભ લઈનેબાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તો બીજી તરફ બાળકીની માતા શોધવા નીકળી હતી. તેણે આરોપીને જોઈ જતા આરોપી નાસી ગયો હતો. જયારે ઈજાગ્રસ્ત હાલતમાં માસૂમને શહેરની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી.
જે ફરિયાદ બાદ તુરંત પોલીસ ટીમોએ તપાસ ચલાવી હતી અને દુષ્કર્મના આરોપીને ઝડપી લીધો હતો. આ ઝડપાયેલ આરોપીની મેડીકલ તપાસ તેમજ બનાવના સાંયોગિક પુરાવા કબજે કરવામાં આવ્યા હતા અને આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો હતો.