- રેન્જ IG સંદીપસિંહે મોરબી જિલ્લાની મુલાકાત લીધી
- સવેદનશીલ મથકો વિશે IGએ માહિતી મેળવી
- જિલ્લા પંચાયતની બેઠકો પર મતદારોમાં ઉત્સાહ
મોરબી : જિલ્લામાં મતદાન ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટ રેન્જ IG સંદીપસિંહ રવિવારે મોરબીની મુલાકાત કરી હતી અને વિવિધ સ્થળોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સંવેદનશીલ મથકો વિષે IGએ માહિતી મેળવી
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં સંવેદનશીલ મતદાન મથકો પર અગાઉથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે રાજકોટ રેન્જ IG સંદીપસિંહ મોરબીની મુલાકાતે આવ્યા હતા. જેમને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો વિશે માહિતી મેળવી હતી. તેમજ વિવિધ મતદાનમથકો ખાતે પહોંચીને જાતે સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
મોટી સંખ્યામા સવારથી જ મતદારોએ લાઈન લાગવી
મોરબી જિલ્લા પંચાયતની બેઠક પર મતદારોમાં જાગૃતતા જોવા મળી રહી છે. જેથી સવારથી જ મતદારો ગ્રામ્ય વિસ્તારમાં પોતાના બૂથ પર પહોંચ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મતદાન મથકો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.