મોરબીઃ વાવાઝોડું નિસર્ગ ભલે ગુજરાતમાં ન આવ્યું પણ તેની અસર જરૂરીથી વર્તાઈ છે. મોરબીના ગ્રામ્ય પંથકમાં સાંજે વરસાદ શરૂ થયો હતો. અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો તો નાગડાવાસ ગામે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.

મોરબીના ગ્રામ્ય પંથકમાં સાંજના સુમારે વરસાદ શરૂ થયો હતો. જેમાં મોરબીના રાપર, અણીયારી, ચાચાપર, આમરણ અને ફડસર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો, તો મોરબીના નાગડાવાસ ગામે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. આ ઉપરાંત વરસાદ પણ શરૂ થયો હતો. અતિશય ગરમી બાદ વરસાદથી ગ્રામ્ય પંથકના રહીશોને ઉકળાટથી રાહત મળી છે.