મોરબીઃ શહેરથી રફાળેશ્વર જવા માટે રોડ પર બાઈકને નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી તેમજ ધૂળની સતત ડમરીઓ ઉડતી રહે છે અને આ રસ્તો નવો બનાવવા અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી, તો હવે તૂટેલા રોડમાં મસમોટા ગાબડા પણ જોવા મળી રહ્યા છે. મસમોટા ગાબડા અને ભૂગર્ભના ઢાંકણા નીકળી ગયા હોવાથી અહીંથી પસાર થવામાં વાહનચાલકો અને રાહદારીઓ સતત ભયનો અનુભવે છે.
આ રોડ પર ગમે ત્યારે અકસ્માત સર્જાઈ સકે તેવા માહોલમાં અહીંથી પસાર થઇ રહ્યા છે, આ અંગે ડી.ડી.ઓ જણાવે છે કે રોડ નવો બનાવવા માટે 7.50 કરોડની દરખાસ્ત સરકારમાં કરવામાં આવેલ છે, તો જળ પુરતું રીપેરીંગ કામ માટેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને ભારે વાહનો પાસર થતા હોવાથી આ રોડને ભારે નુકશાન પહોંચ્યુ છે.