ETV Bharat / state

ટંકારામાં 2 પિસ્ટલ અને 80 જીવતા કાર્ટીસ સાથે ઇસમને પોલીસે ઝડપી પાડ્યો - પિસ્ટલ સાથે ઇસમને પોલીસે ઝડપી પાડ્યો

ટંકારા પોલીસે સરકારી હોસ્પિટલની સામેના ઘરમાં દરોડા પાડતાં ઘરમાંથી ગેરકાયદેસર પિસ્ટલ નંગ 02 તેમજ 80 નંગ જીવતા કાર્ટીસ અને ત્રણ મેગ્જીન સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. તેમજ એક હથિયાર પર લગાવવાનું ટેલીસ્કોપ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ટંકારામાં 2 પિસ્ટલ અને 80 જીવતા કાર્ટીસ સાથે ઇસમને પોલીસે ઝડપી પાડ્યો

author img

By

Published : Oct 26, 2021, 4:33 PM IST

  • પિસ્ટલ નંગ 02 તેમજ 80 નંગ જીવતા કાર્ટીસ સાથે આરોપી ઝડ્પાયો
  • અન્ય અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ
  • કુલ રૂપિયા 30,000 ની કિમતનો મુદામાલ જપ્ત કરાયો

મોરબી : ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન ટંકારા સરકારી હોસ્પિટલ સામે રહેતો આદમ ઉર્ફે આદુ ઈસા અબ્રાણી પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની પોલીસને જાણ થઇ હતી. રહેણાંક મકાનમાં દરોડાં પાડતાં મકાનમાંથી ગેરકાયદેસર હથિયાર જેમાં પિસ્ટલ નંગ 02 કીમત રૂપિયા 20,000 તેમજ નંગ 80 જીવતા કાર્ટીઝ કીમત રૂપિયા 8,000 હથિયાર પર લગાવવાનું ટેલીસ્કોપ કીમત રૂપિયા 2,000 અને ખાલી મેગ્જીન નંગ 3 મળીને કુલ 30,000 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપી આદમ ઉર્ફે આદુ ઈસા અબ્રાણી રહે ટંકારા સરકારી હોસ્પિટલ સામે વાળાને ઝડપી લેવામાં આવ્યો છે. અન્ય આરોપી આરીફ ગુલમામદ મીર રહે કાલિકા પ્લોટ મોરબી અને આરીફ મીર સાથે આવેલ અજાણ્યો ઇસમ એમ બે આરોપીના નામો ખુલતાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ

ટંકારા પંથકમાં હથિયારો સાથે ઝડપાયેલ ઇસમેં પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે, ગેરકાયદેસર હથિયાર અને કાર્ટીઝ તેને મોરબીનાં ચકચારી મમુ દાઢી મર્ડર કેસમાં સંડોવાયેલ કુખ્યાત આરીફ ગુલ મામદ મીર અને એક અજાણ્યો ઇસમ આપી ગયો હતો. જે કબુલાતને પગલે ટંકારા પોલીસે આરીફ મીર અને અન્ય અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

આ પણ વાંચો : માળિયા હાઈવે નજીક પોલીસે ચરસના જથ્થા સહિત 9.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો

આ પણ વાંચો : રાજ્યના પ્રધાનો પણ ઇલોકટ્રોનિક કાર વાપરે તે માટે આયોજન ચાલી રહ્યું છે : કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.