મોરબી: પવિત્ર શ્રાવણ માસમાં જુગારના દૂષણ વચ્ચે પોલીસે શનિવારે એક હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપ્યું હતું. મોરબીના રવાપર રોડ બોની પાર્કના રહેવાસી અને ધૂનડા સજ્જનપર રોડ પર ઓમ વિલાસ બંગલોના માલિક ધવલ ભગવાનજી પટેલે તેના બંગલામાં બહારથી જુગારીઓ બોલાવી જુગારધામ ચલાવતા હતા. આ અંગેની બાતમી RR સેલની ટીમને મળતા પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા રોકડ રકમ રૂ 25,44,100, રૂ.40,000ની કિંમતના 8 મોબાઈલ તેમજ 25 લાખ રૂપિયાની 2 કાર સહિત રૂ. 50, 84,100 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.