રાજકોટ રેન્જમાં દારૂ અને જુગારના દુષણને ડામવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહની સુચના મુજબ આર.આર.સેલના PSI એમ.પી વાળા, ટીમના રામભાઇ મંઢ, રસીકભાઇ પટેલ, સુરેશભાઇ હુંબલ, શક્તિસિહ ઝાલા, કોશીકભાઇ મણવરને મળેલી બાતમીને આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માળીયા-અમદાવાદ હાઇ-વે પર પસાર થતા ટ્રકની તપાસ કરી હતી. જેમાંથી રુપિયા 46,54,800 ના વિદેશી દારુની 12660 નંગ બોટલ તથા બીયર ટીન નંગ 3360, ટ્રક તેમજ મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 65 લાખની કીમતનો મુદામાલ જપ્ત કર્યો છે.
આર.આર. સેલ ટીમે દારૂનો જંગી જથ્થો ઝડપી લઈને ડ્રાઇવર આરોપી બલવીન્દર સિંહની ધરપકડ કરી છે. જે અંગે હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.