મોરબી: શહેરના લાયન્સનગરમાં લાંબા સમયથી ગટરમાંથી શેરીમાં ગંદા પાણી ફરી વળે છે અને રાહદારીઓને તેેેેમાંથી ચાલવાની ફરજ પડે છે.
આ મામલે નગરપાલિકા પાણી પુરવઠા બોર્ડમાં સામાજિક કાર્યકર અબ્દુલ બુખારી દ્વારા પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે પરંતુ ક્યાંકને ક્યાંક તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ચોમાસાની ઋતુમાં આ વિસ્તારના રહીશોને ગટર ઉભરાતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તે ચાલતા રાહદારીઓ તથા વાહનચાલકો પણ અકસ્માતના ભય હેઠળ વાહન ચલાવી રહ્યા છે. ત્યારે રહીશોએ પાલિકા તંત્રને આ અંગે તત્કાલ પગલાં ભરવાની માગ કરી છે.