- વડાપ્રધાન મોદીએ ઈ લોકાર્પણ કર્યું
- અરવિંદ રૈયાણી સહિતના આગેવાનો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
- ૫૦૦ લીટર પ્રતિમિનીટ ઓક્સીજન બનાવતા પ્લાન્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું
મોરબી : મોરબી ખાતે પણ ઓક્સીજન પ્લાન્ટનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી અને જો ત્રીજી લહેર આવે તો તેની તૈયારીના ભાગરૂપે ઓક્સીજનની અછત ના સર્જાય તે માટે સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. હાલ ૧૦૦ લીટર પ્રતિ મિનીટ અને ૫૦૦ લીટર પ્રતિ મિનીટ બંને પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.
દર્દીઓને ઓક્સીજન મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી
અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ૧૮ સ્થળોએ લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો છે, જેમાં મોરબી ખાતે પણ ઓક્સીજન પ્લાન્ટનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી અને જો ત્રીજી લહેર આવે તો તેની તૈયારીના ભાગરૂપે ઓક્સીજનની અછત ના સર્જાય તે માટે સરકારે પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક પ્રદીપ દુધરેજીયાએ જણાવ્યું હતું કે, મોરબી સિવિલ ખાતે ૫૦૦ લીટર પ્રતિ મિનીટ ઓક્સીજન પ્લાન્ટનું લોકાપર્ણ કરાયું છે. અગાઉ ૧૦૦ લીટર પ્રતિ મિનીટ પ્લાન્ટ કાર્યરત હતો. મોરબી સિવિલ ખાતે ૨૦૫ કોરોના આઈસોલેશન બેડ કાર્યરત છે, જેથી દર્દીઓને ઓક્સીજન મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ ૧૦૦ લીટર પ્રતિ મિનીટ અને ૫૦૦ લીટર પ્રતિ મિનીટ બંને પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
આ પણ વાંચો : રાજસ્થાનના આરોગ્યપ્રધાન રઘુ શર્મા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી