મોરબી: લાલપર નજીક બાઈક અને વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકની ઠોકરે ચડતા બાઈક સવાર આધેડનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર નજીક બપોરના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકે ટક્કર મારતા બાળકનું ચાલકનું મોત થયું હતું. મૃતક જીવણ મોંઘાભાઈ ગમારા (ઉમર વર્ષ 45) રહેવાસી લુણસર, તાલુકા વાંકાનેરવાળા હોવાનું તાલુકા પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. મોરબી તાલુકા પોલીસે અકસ્માત અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.