- મોરબીની સદભાવના હોસ્પિટલે રાજકોટ કલેક્ટર પર કર્યા આક્ષેપ
- રાજકોટ કલેક્ટરે ઓક્સિજન પ્લાન્ટ પર પોતાના માણસો બેસાડ્યા છેઃ સદભાવના હોસ્પિટલ
- રાજકોટ સિવાય અન્ય હોસ્પિટલ માટે ઓક્સિજન આપવાનું બંધ હોવાથી મોરબીને ઓક્સિજન નથી મળતોઃ સદભાવના હોસ્પિટલ
મોરબીઃ કોરોનાના દર્દીઓને ઓક્સિજન મેળવવામાં પડતી અગવડ મામલે સદભાવના હોસ્પિટલે કલેક્ટર ઉપર આક્ષેપ કર્યા હતા. હોસ્પિટલે જણાવ્યું હતું કે, રાજકોટના કલેક્ટરે ઓક્સિજન પ્લાન્ટ પર પોતાના માણસો બેસાડી રાજકોટ સિવાયની અન્ય હોસ્પટલ માટે ઓક્સિજન આપવાનું બંધ કરતા મોરબીને ઓક્સિજન નથી મળતો. આ અંગે મોરબીના અધિક કલેક્ટરે ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચોઃ સુરતના ચેમ્બરે ઓક્સિજન બોટલની ખરીદીમાં પડતી મુશ્કેલી નિવારવા વડાપ્રધાનને રજૂઆત કરી
મોરબીને ઓક્સિજન જ નથી મળતોઃ સદભાવના હોસ્પિટલ
મોરબી સદભાવના હોસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડોક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 2 દિવસથી રાજકોટના કલેક્ટરે ઓક્સિજન પ્લાન્ટ ઉપર પોતાના માણસો બેસાડી રાખ્યા છે, જેના કારણે રાજકોટ સિવાય અન્ય હોસ્પિટલ માટે ઓક્સિજન આપવાનું બંધ કરતા મોરબીને ઓક્સિજન મળતો નથી. આ સંજોગોમાં ભુજથી ઓક્સિજન મગાવવામાં આવ્યો છે. સદભાવના હોસ્પિટલમાં 37 કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેમાંથી 21 દર્દી ઓક્સિજન ઉપર છે અને 3 દર્દી વેન્ટિલેટર ઉપર છે.
આ પણ વાંચોઃ નડીયાદ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાગી કતાર, આજે વધુ 151 કેસો નોંધાયા
સદભાવના હોસ્પિટલનો 20 સિલિન્ડરનો વપરાશ છે
આ મામલે અધિક કલેકટર કેતન જોષીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, સદભાવના હોસ્પિટલ દ્વારા રાજકોટથી ઓક્સિજન અન્ય જિલ્લાને ફાળવવા માટે મનાઈ કરવામાં આવી છે. તે ખોટી વાત છે અને રાજકોટ કલેકટરે પણ મોરબી કલેક્ટરને પત્ર લખી જાણ કરી છે કે કોઈ જ ઓક્સિજન ફેક્ટરી સંચાલકને અન્ય જિલ્લાને ઓક્સિજન ફાળવવા માટે મનાઈ કરવામાં આવી નથી. જેતે હોસ્પિટલ જે સંસ્થા પાસેથી ઓક્સિજન મેળવે છે. તેને આપવામાં આવી રહ્યો છે તો સદભાવના હોસ્પિટલ દ્વારા 20 સામાન્ય બેડ અને 10 ઓક્સિજન-વેન્ટિલેટર બેડની સુવિધા છે. સદભાવના હોસ્પિટલને દરરોજના 50 સિલિન્ડર આપવામાં આવે છે. 20 સિલિન્ડરનો જ વપરાશ છે. આથી વધુ ઓક્સિજન વપરાશ કેમ કરવામાં આવે છે. તેની તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.