કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઈ મહેશ્વરીએ સરદાર બાગ નજીક પ્રચાર કાર્યાલયનો શુભારંભ કર્યો હતો. જે પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, અને જયંતીભાઈ જેરાજ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવારે તેની સરકાર બનતા દેશભરમાં ખાલી જગ્યાઓ ભરીને લાખો યુવાનોને રોજગારી આપવા ઉપરાંત UPA 1 અને UPA 2 સરકારના વિકાસના જે કાર્યો અધૂરા રહ્યા છે. તેને પૂર્ણ કરવા સંકલ્પ કર્યો હતો. મોરબીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના પ્રચાર કાર્યાલય શરુ કરી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પ્રચાર પુરજોશમાં જોવા મળશે.