મોરબી માળિયાના મોટા દહીંસરા ગામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકેલ મૃતદેહ (Murder Crime in Morbi ) મળી આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતકના પુત્રએ એક ઇસમ વિરુદ્ધ 20 વર્ષ પૂર્વેની અદાવતમાં ચાલતી માથાકૂટમાં આધેડને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઈને નિર્મમ હત્યા (Revenge of twenty years ago tiff in Mota Dahisara ) કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા મોરબી પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદને પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો હત્યારી માતાની CCTVમાં ખુલી પોલ, 2 માસની દીકરીને ત્રીજા માળેથી ફેકી દીધી
મોટા દહીસરામાં વીસ વર્ષ પહેલાંની અદાવતમાં હત્યા નોંધાવી માળિયાના મોટા દહીંસરા ગામના રહેવાસી કિશોરભાઈ વિનોદભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા વિનોદભાઈ મુળુભાઈ ચાવડાને ગામમાં રહેતા આરોપી રમેશ ઉર્ફે હકા ચંદુભાઈ મિયાત્રા સાથે વીસેક વર્ષ પૂર્વે સામું જોવા બાબતે મનદુઃખ થયું (Revenge of twenty years ago tiff in Mota Dahisara )હતું.સાથેે સાત વર્ષ પૂર્વે રમેશભાઈએ કૌટુંબિક કાકા જેસંગભાઈ પરબતભાઈ ચાવડા સાથે માથાકૂટ પણ કરી હતી. બાદમાં સમાજ આગેવાનોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને સમાધાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો અમદાવાદ: ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવકની બે ભાઈઓએ કરી હત્યા
મંદિર પાસે ઓટા પરથી મૃતદેહ મળી આવ્યો દરમ્યાન સવારના ફરિયાદીને ટ્રાન્સપોર્ટ વ્યવસાય હોય જેથી ટ્રકના સ્પેર પાર્ટ્સ લેવા અંજાર જવા મિત્રની કાર લઈને નીકળ્યા હતા અને અંજાર પહોંચ્યા હતાં. ત્યારે કૌટુંબિક મોટા બાપુ ધીરૂભાઈ ચાવડાએ ફોન કરી જણાવ્યું હતું કે તેના પિતા ગામના રામાપીરની દેરીએ ગયા હોય ત્યારે રમેશ મિયાત્રાએ માર માર્યો છે અને લોહીલુહાણ હાલતમાં (Murder Crime in Morbi )દેરીના ઓટે પડ્યા છે. જેથી તેને મોરબી દવાખાને લઇ આવ્યા હતા અને ફરિયાદી પણ મોરબી આવી ગયા હતા. જ્યાં ફરિયાદી કિશોરભાઈને તેના કાકા કાનાભાઈ મુળુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પિતા વિનોદભાઈ સવારે ગામની નર્સરીથી સામે આવેલ રામાપીર દેરીએ દર્શન કરવા ગયા હોય ત્યારે ફરિયાદીના કાકા ખેતરે જતા હતાં ત્યારે મંદિરના ઓટા પાસેથી આરોપી રમેશ ઉર્ફે હકા ચંદુભાઈ મિયાત્રા હાથમાં લોહીવાળી છરી લઈને ભાગતો જોયો હતો અને બાદમાં વિનોદભાઈ લોહીલુહાણ હાલતમાં (Revenge of twenty years ago tiff in Mota Dahisara )પડેલા જોવા મળ્યાં હતાં.
20 વર્ષ પૂર્વે માથાકૂટનો ખાર રાખી હત્યા કરી ઈજાગ્રસ્ત વિનોદભાઈને સારવાર માટે લાવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત (Revenge of twenty years ago tiff in Mota Dahisara ) જાહેર કર્યા હતાં અને ગામના સરપંચ જસભાઈ ડાંગર આવી જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આમ આરોપી રમેશ મિયાત્રા સાથે વીસેક વર્ષ પૂર્વે મનદુઃખ થયેલ અને સાત વર્ષ પૂર્વે કૌટુંબિક કાકા જેસંગભાઈ ચાવડા સાથે થયેલ માથાકૂટનો ખાર રાખીને આરોપી રમેશ ઉર્ફે હકાભાઇ ચંદુભાઈ મિયાત્રાએ ફરિયાદીના પિતાને છરીના ઘા મારી ગંભીર ઈજા કરી હત્યા (Murder Crime in Morbi )કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. માળિયા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો (Maliya Police Lodge Complaint )નોંધી વધુ તપાસ હાથ ધરી છે.