ETV Bharat / state

સાંસદ મોહન કુંડારિયાએ 2 એમ્બ્યુલન્સ મોરબીને ફાળવી - morbi local news

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ સાંસદ તરીકે તેમને મળતી ગ્રાન્ટ ખાસ કરીને એમ્બ્યુલન્સ અને ઓક્સિજન પ્લાન્ટનાં નિર્માણ હેતુ ફાળવવાની જાહેરાત કરી હતી. સાંસદ તરીકે મળતી ગ્રાન્ટમાંથી મોહનભાઈ કુંડારિયાએ રાજકોટ જિલ્લાના કોટડા, કુવાડવા અને પડધરી માટે 3 તથા રાજકોટ શહેર માટે 3 અને ટંકારા માટે 1 એમ્બ્યુલન્સની ખરીદી કરી હતી. ત્યારે આજે શનિવારે લજ્જાઈ અને ઘુંટુ માટે 1-1 એમ્બ્યુલન્સની ફાળવણી કરી છે.

સાંસદ મોહન કુંડારિયાએ 2 એમ્બ્યુલન્સ મોરબીને ફાળવી

author img

By

Published : May 30, 2021, 11:53 AM IST

  • પોતાની ગ્રાન્ટમાંથી રાજકોટ અને મોરબી જિલ્લાને ફાળવવામાં આવી એમ્બ્યુલન્સ
  • 15 દિવસ બાદ વધુ 2 એમ્બ્યુલન્સ તેઓની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે
  • કુદરતી હવામાંથી જ સીધો ઉત્પન્ન થાય એવા ઓક્સિજન પ્લાન્ટ માટે પણ ગ્રાન્ટ સેન્ટરમાં ફાળવી

મોરબી: સાંસદ મોહનભાઈ કુંડારિયાએ સાંસદ તરીકે તેમને મળતી ગ્રાન્ટ ખાસ કરીને એમ્બ્યુલન્સ અને ઓક્સિજન પ્લાન્ટનાં નિર્માણ હેતુ ફાળવવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત આજે 2 એમ્બ્યુલનસ મોરબીને ફાળવવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજકોટ બેઠક પરથી જીત બાદ મોહન કુંડારિયા પહોંચ્યા માતાજીની શરણે

હવાનો ઉપયોગ કરી ઓક્સિજન પ્લાન્ટ ટુક સમયમાં સ્થાપવામાં આવશે

સાંસદ તરીકે મળતી ગ્રાન્ટમાંથી મોહનભાઈ કુંડારિયાએ રાજકોટ જિલ્લાના કોટડા, કુવાડવા અને પડધરી માટે 3 તથા રાજકોટ શહેર માટે 3 અને ટંકારા માટે 1 એમ્બ્યુલન્સની ખરીદી કરી હતી. ત્યારે આજે શનિવારે લજ્જાઈ અને ઘુંટુ માટે 1-1 એમ્બ્યુલન્સની ફાળવણી કરી છે. આવતા 15 દિવસ બાદ વધુ 2 એમ્બ્યુલન્સ તેઓની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે. હવાનો ઉપયોગ કરી ઓક્સિજન પ્લાન્ટ ટુક સમયમાં સ્થાપવામાં આવશે. સાંસદે જણાવ્યું હતું કે કુદરતી હવામાંથી જ સીધો ઉત્પન્ન થાય એવા ઓક્સિજન પ્લાન્ટ માટે પણ ગ્રાન્ટ સેન્ટરમાં ફાળવી છે. કુલ 3 કરોડ અને 25 લાખ જેટલી રકમ અત્યાર સુધીમાં આરોગ્ય ક્ષેત્રમાં ફાળવી હોવાનું જણાવી સાંસદે અંતમાં ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં આ ક્ષેત્રમાં વધુ જરૂરિયાત પડશે તો આવનારા દિવસોમાં મળતી ગ્રાન્ટ પણ આરોગ્ય ક્ષેત્રે તેઓ ફાળવશે.

આ પણ વાંચો: મોહન કુંડારિયા CMની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.