ETV Bharat / state

મોરબીમાં ઓરપેટ ગૃપે યોજેલા રેપિડ ટેસ્ટ કેમ્પમાં 6 હજારથી વધુ લોકોએ ટેસ્ટ કરાવ્યા, 800થી વધુ પોઝિટિવ કેસ

મોરબીના ઓરપેટ ગૃપ દ્વારા છેલ્લા 10 દિવસથી રેપિડ ટેસ્ટ માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 6 હજાર જેટલા લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. જે પૈકી 800થી વધારે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

author img

By

Published : Apr 27, 2021, 6:46 PM IST

મોરબીમાં ઓરપેટ ગૃપે યોજેલા રેપિડ ટેસ્ટ કેમ્પમાં 6 હજારથી વધુ લોકોએ ટેસ્ટ કરાવ્યા, 800થી વધુ પોઝિટિવ કેસ
મોરબીમાં ઓરપેટ ગૃપે યોજેલા રેપિડ ટેસ્ટ કેમ્પમાં 6 હજારથી વધુ લોકોએ ટેસ્ટ કરાવ્યા, 800થી વધુ પોઝિટિવ કેસ
  • કોરોના ટેસ્ટિંગ વધે તે હેતુથી યોજાયો હતો કેમ્પ
  • કેમ્પમાં મોરબી શહેર-જિલ્લાના 6 હજારથી વધારે લોકોએ લાભ લીધો
  • કેમ્પમાં RSSના સ્વયંસેવકો પણ આપી રહ્યા છે સેવા

મોરબી: કોરોના મહામારીને પહોંચી વળવા માટે તંત્ર કમર કસીને કામે લાગી ગયું છે. ત્યારે મોરબી શહેર-જિલ્લામાં વધારેથી વધારે કોરોના ટેસ્ટિંગ થાય તે માટે ઓરપેટ ગૃપ દ્વારા રેપિડ ટેસ્ટ માટેના કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. 10 દિવસમાં 6 હજારથી વધારે લોકોએ આ કેમ્પમાં પોતાના કોરોના રિપોર્ટ કઢાવ્યા હતા. જે પૈકી 800 જેટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાનું વિતરણ કરાયું

ઓરપેટ ગૃપ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, “આ મુશ્કેલ સમય છે અને યોગ્ય પરીક્ષણ સુવિધાઓનો અભાવએ કોવિડના પડકારને વધારે છે. અમારા નિ:શુલ્ક રેપિડ ટેસ્ટ કેમ્પ દ્વારા અમે આશા રાખીએ છીએ કે, લોકો અને સરકારને ફરજિયાત પ્રોટોકોલ જાળવી રાખતા વાયરસના પ્રભાવને ઘટાડવાનો પ્રયાસ કરવામાં મદદ કરીશું." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, " જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં RSSના અગ્રણીઓ અને સ્વયંસેવકો પણ સેવા આપી રહ્યા હતા."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.