મોરબીઃ મોરબી શહેરમાં પણ કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધતો જાય છે. કોરોનાના વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. વધુ નવ કેસો સાથે કોરોના સંક્રમિતનો કુલ આંક 183 થયો છે.
મોરબી શહેર અને તાલુકામાં વધુ નવ કેસ નોંધાયા છે. જેમાં મોરબીના ભવાની ચોકના 56 વર્ષના પુરુષ, જેતપર મચ્છુ ગામના સોનીવાડી શેરીના 66 વર્ષના મહિલા, મોરબી શિવા ડોક્ટર શેરીના રહેવાસી 54 વર્ષના પુરુષ અને 61 વર્ષના મહિલા, મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા 45 પુરુષ અને 41 વર્ષના મહિલા, નવલખી રોડ પર રહેતા 54 વર્ષના પુરુષ, વજેપર 13નં માં રહેતા 37 વર્ષના 3 પુરુષ અને અને બોરીચા વાસના 70 વર્ષની મહિલા સહિતના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.
મોરબી જિલ્લામાં આજે વધુ 11 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. મોરબી જુલ્લામાં સોમવારની સ્થિતિએ 70 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ 102 દર્દીઓ સાજા થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 11 દર્દીના મોત થયા છે અને કુલ પોઝિટિવ કેસનો આંક 183 પર પહોંચ્યો છે.