ટીંબડી પાટિયા નજીક આવેલા વચ્છરાજ ટાયર નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રીના સમયે બંધ દુકાનના તાળા તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી 9, 20,000 હજારના 56 નંગ ટાયરો ચોરી નાસી ગયા હતા. આ બનાવની જાણ થતા તાલુકા પી.એસ.આઈ, એમ. વી .પટેલ સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવ અંગે ધોરણસરની તપાસ ચલાવી છે. ચોરીના બનાવ અંગે દુકાનના સંચાલક રમેશભાઈ ઉર્ફે કાનાભાઈ માલદેભાઈ ગોઢાંણીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ચોરીના બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.
જે અંગેની વધુ તપાસ તાલુકા પી.એસ.આઈ એમ વી પટેલ કરી રહ્યા છે. તો મોરબી પંથકમાં વધી રહેલા ચોરીના બનાવોથી વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.