મોરબી : મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. મયુર ડેરી મોરબીના નવનિર્મિત ચિલીંગ સેન્ટરનું ઉદ્ઘાટન (Inauguration of Chilling Center in Morbi) સમારોહ આજે યોજાયો હતો. જે ચિલીંગ સેન્ટરનું ઉદ્ઘાટન (Chilling Center Inaugurated) કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે રાજ્યના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ, મયુર ડેરીના ચેરપર્સન હંસા વડાવીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.મહેસાણાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાયું, 5 જાન્યુઆરી ચૂંટણી સાથે મતગણતરી અને પરિણામ જાહેર થશે
વિકાસની હરણફાળ ભરી - ચિલિંગ સેન્ટરનું ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય પ્રધાન પરષોતમ (Parsotam Rupala in Morbi) રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સહકારી ક્ષેત્રે આગળ હતું. હવે મહિલા સશક્તિકરણમાં પણ આગળ છે. મોરબી જીલ્લામાં ઉદ્યોગ વિકસ્યો છે. અને હવે મહિલા સશક્તિકરણ સમાન મયુર ડેરીએ પણ વિકાસની હરણફાળ ભરી રહી છે. 24,000 લીટર દુધથી શરુ કરેલા સંઘ આજે પોણા બે લાખ લીટર દૂધ ઉત્પાદન સુધી પહોંચી ગયો છે. તેમજ ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ ઉક્તિને સાર્થક કરી રહ્યો છે. મયુર ડેરીમાં તમામ સંચાલન મહિલાઓ કરી રહી છે તે ગર્વની બાબત છે.
આ પણ વાંચો : કચ્છ સરહદ ડેરીની 11મી સામાન્ય સભા યોજાઈ, કેન્દ્રીય કૃષિ પ્રધાનના હસ્તે શ્રેષ્ઠ પશુપાલકોને સન્માનિત કરાયા
કોણ કોણ અગ્રણી રહ્યા ઉપસ્થિત - ઉદ્ઘાટન સમારોહમાં પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજા, જિલ્લા પ્રભારી દેવા માલમ, સાંસદ મોહન કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન મગન વડાવીયા, ભાજપ અગ્રણી જયંતિ કવાડીયા (Parshottam Rupala Inaugurated Chilling Center) અને જયુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.