મોરબીઃ જેઇઇ એડવાન્સ રીઝલ્ટમાં સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કરનાર નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થી બેડીયા મીતેષે ઓલ ઇન્ડિયા રેન્ક 4847 પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધી હાંસલ કરી છે. જે રેન્કના આધારે તે દેશની ટોચની આઈઆઈટી કોલેજમાં એડમિશન મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કરશે.
મીતેશની સફળતા સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવપ્રદ બાબત છે. કારણ કે દરેક વાલીનું આવું સ્વપ્ન હોય છે કે પોતાનો દીકરો કે દીકરી આઈઆઈટી કોલેજમાં અભ્યાસ કરી પરિવારનું નામ રોશન કરે છે.