રાજકોટ ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં મોરબીના કૃણાલ કલ્પેશભાઈ મહેતાએ તેના કોચ મયંક ઝાલા પાસે તાલીમ મેળવી 66 કીલો કેટગરીની સ્પર્ધામા ભાગ લઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સ્પર્ધામાં મોરબીના યુવાનએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિજેતા બનતા પરિવાર કોચ અને શિક્ષકગણમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ બંને યુવાન આગામી રાષ્ટ્રીય સ્પર્ધામાં મેદાન મારવા માટે મહેનત ચાલુ કરી દીધી છે.
અગાઉ આ સ્પર્ધામાં કૃણાલ મહેતાએ ભાગ લઈને 2 નંબરે સિલ્વર મેડલ મેળવ્યો હતો, ત્યારે તેને પ્રથમ ક્રમ મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા માટેનો નિર્ધાર કર્યો હતો અને તેને યથાર્ગ મહેનત કરીને ગોલ્ડ મેડલ જીતીને પરિવારનું નામ રોશન કર્યું છે.