મોરબી : મોરબીમાં પરિણીતાએ પોતાના સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Morbi Police) નોંધાવતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાને સાસરિયાઓ મારામારી માનસિક ત્રાસ તેમજ દહેજની માંગણીની વાત સામે આવી છે. તેમજ પરિણીતાને પ્રસૂતિ હોવા છતાં પણ દવાખાને ના લઇ જઈને હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (Complaint against in laws of Mungani village)
શું હતો સમગ્ર મામલો વાંકાનેરમાં રેલવે સ્ટેશન નજીક વિસીપરમાં રહેતા રીમાબા જાડેજાએ મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના લગ્ન તારીખ 11મી ફ્રેબુઆરી 2018ના રોજ રીત રીવાજ મુજબ જામનગર ખાતે રહેતા કરણસિંહ મનુભા જાડેજા સાથે થયા છે. સંતાનમાં એક દીકરી છે. લગ્ન બાદ તેઓ સંયુક્ત પરીવારમાં જામનગરના મુંગણી ગામે રહેતા હતા. લગ્ન બાદ પતિ તેમજ સાસરીયાઓએ થોડો સમય સારી રીતે સાચવેલ ત્યારબાદ પતિ કરણસિંહ અને સાસરિયાઓ નાની-નાની બાબતમાં મેણાટોણા બોલી હેરાન પરેશાન કરતા હતા. તેમને વધારે કરીયાવર પિયરમાંથી લાવવા માટે અવારનવાર દબાણ કરતા હતા. પરિણીતા પ્રેગ્નેન્ટ હતા ત્યારે પણ સાસરીયા દવાખાને ન લઇ જતા અને સારવારને બદલે શારીરિક-માનસિક દુઃખ ત્રાસ આપતા હતા. (wife filed police complaint in Morbi)
આ પણ વાંચો વિજયનગર જૈન મંદિર અને ઈડર સ્વામિનારાયણ મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો
પતિ ઢોર માર મારતો સાસરીયા તેમના પતિને પરિણીતા વિરૂધ્ધ ચડામણી કરતાં. જેથી પતિ તેમને માર મારતો હતો. સોમનાથ ખાતે રહેતા નણંદ, નણંદોયા તેમના પતિને ફોન દ્વારા પણ ચડામણી કરતા હોય તેમજ વાર તહેવારે નણંદ, નણંદોયા સાસરીયામાં આંટો મારવા માટે આવતા ત્યારે પણ તેમના પતિને કહેતા કે, 'આ તારી ઘરવાળી બરાબર નથી. તેને તેના પિયરમા મુકી આવ જેવા ખોટા બહાના કાઢી પરિણીતા તેમને સાચવતી નથી. તેમ કહી તેમજ કરીયાવર ઓછો લાવેલ છે તેમ કહીને પતિને ઉશ્કેર્યા હતા. જેના કારણે મારા પતિએ પરિણીતાને ઢોર માર મારતા હતા. પરંતુ પરિણીતાને તેમનો ઘર સંસાર સારી રીતે ચાલવાવો હોય જેથી તેઓ આ દુ:ખ ત્રાસ મુંગા મોઢે સહન કરતાં હતા. (wife complaint against in laws In Wankaner)
આ પણ વાંચો વલસાડમાં દારૂડિયાઓને રાખવા પોલીસે હોલ ભાડે રાખ્યો, 100ની ધરપકડ
પ્રેગ્નેટ હોવા છતાં પરિણીતાને હેરાન કરવામાં આવતી જ્યારે તેઓ પ્રેગ્નેટ હતા ત્યારે મારા પતિ તેમજ સાસરીયાઓએ તેમને દબાણ કરીને છુટાછેડાના કાગળમા સહી કરવા માટે હેરાન કરી મારપીટ કરી હતી. એ સમયે પરિણીતાએ તેમના માતા-પિતાને ફોન કરી સમગ્ર બનાવની જાણ તેઓ ગત તારીખ 31મી માર્ચ 2022ના રોજ આવીને તેમને પિયરમા તેડી આવેલ હતા. તેના ચાર મહીના બાદ દિકરીનો જન્મ થયો હતો. જે મામલે રીમાબાએ પતિ-કરણસિંહ મનુભા જાડેજા, સસરા-મનુભા હેમુભા જાડેજા, સાસુ-જનકબા, દિયર-અર્જુનસિંહ, તેમજ સોમનાથ ખાતે રહેતા નણંદોયા-જયેન્દ્રસિંહ મનુભા રાઠોડ, નણંદ-મિતલબા જયેન્દ્રસિંહ રાઠોડ, નણંદોયા-પ્રકાશસિંહ મનુભા રાઠોડ,નણંદોયા-શીતલબા પ્રકાશસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. તો મોરબી મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (Morbi Crime News)