મોરબી શહેરમાં એક પરિવારમાં લગ્નનું આયોજન કરાયું હોય જે બાળ લગ્ન હોવાની માહિતી મળતા ઘર પર તપાસ કરતા પુત્રની ઉંમરની સ્થળ પર ખરાઈ કરતા તેની કાનૂની મર્યાદા કરતા ઓછી હોય, જેથી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. મોરબી સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયા પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ, બાળ સુરક્ષા એકમના રંજનબેન મકવાણા, સમીરભાઈ લધડ સમાજ સુરક્ષા ટીમ તથા બી ડિવિઝન પોલીસને સાથે રાખી આ બાળ લગ્ન અટકાવાયા હતા અને વાલીને બાળ લગ્ન અંગે કાયદાની સમજ આપવામાં આવી હતી
.
ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જિલ્લામાં બાળ લગ્નનું દુષણ જોવા મળે છે ત્યારે સમાજ સુરક્ષા ટીમ અને બાળ લગ્ન પ્રતિબંધક ટીમ પણ સતત કાર્યરત રહીને બાળ લગ્ન થતા હોય ત્યાં પહોંચીને બાળ લગ્ન અટકાવવાની કામગીરી કરી રહી છે
.