ETV Bharat / state

મોરબી પાલિકાએ ફાયર NOC વિનાની 43 કેમિકલ ફેક્ટરીઓને નોટિસ ફટકારી - fire NOC in chemical factories

અમદાવાદની કેમિકલ ફેક્ટરીમાં આગની દુર્ઘટના બાદ રાજ્ય સરકારના તપાસના આદેશને પગલે મોરબી નગરપાલિકા હરકતમાં આવી હતી અને નગરપાલિકા તંત્રએ ચેકિંગ હાથ ધરીને ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાને લીધે 43 કેમિકલ પદાર્થના ધંધાર્થીઓને નોટિસ ફટકારી છે.

મોરબી પાલિકાએ ફાયર NOC વિનાની 43 કેમિકલ ફેક્ટરીઓને નોટીસ ફટકારી

author img

By

Published : Nov 28, 2020, 6:39 PM IST

  • મોરબી પાલિકાએ કેમિકલ ફેક્ટરીઓ સામે કરી કાર્યવાહી
  • ફાયર NOC વિનાની 43 ફેક્ટરીઓને નોટિસ
  • અમદાવાદની ઘટના બાદ મોરબી પાલિકા તંત્ર સફાળું જાગ્યું

મોરબી: અમદાવાદમાં થોડા દિવસ પહેલા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગની દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે કેમિકલ વસ્તુઓ વેચતા ધંધાર્થીઓ ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેના પગલે મોરબી નગરપાલિકાની ખાસ ટીમ દ્વારા શહેરમાં કેમિકલ પર્દાથોનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ધંધાર્થીઓ સરકારના ધારા ધોરણ મુજબ લાયસન્સ ધરાવે છે કે નહીં કે ગેરકાયદે કેમિકલ પ્રદાર્થ વેચે છે, તે અંગેની સઘન તપાસ કરવામાં આવી હતી. મોરબીમાં આવા 43 ધંધાર્થીઓ છે. જેની પાસે ફાયરની સુવિધાઓ છે કે નહીં તે અંગે તપાસ કરીને આ અંગે બેદરકારી ખુલતા કેમિકલના ધંધાર્થીઓને ત્રણ દિવસમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ કરવા અંગે નોટિસ ફટકારી છે. તેમ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું.

મોરબી પાલિકાએ ફાયર NOC વિનાની 43 કેમિકલ ફેક્ટરીઓને નોટિસ ફટકારી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.