મોરબીઃ વાંકાનેરના યાત્રાધામ માટેલ ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે અને અહીં દર્શને આવતા તમામ યાત્રાળુઓ માટે ઉતારા તથા પ્રસાદની વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવી છે. જેમાં માટેલ મંદિર ખાતે નવરાત્રી દરમિયાન નાની બાળાઓ ગરબા લઈને માતાજીની આરાધના કરશે. કોરોના વાઈરસને પગલે સરકારના જાહેરનામાં મુજબ દર્શનાર્થીઓ માટે ઉતારા તથા પ્રસાદની વ્યવસ્થા બંધ કરી હતી તેને બહારગામથી આવતા યાત્રિકો માટે પુનઃ શરૂ કરવામાં આવી છે.
માટેલ મંદિર ખાતે નવરાત્રી દરમિયાન રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી નાની બાળાઓ ગરબા લઈને માતાજીની આરાધના કરશે. તેમજ કોરોના વાયરસને પગલે સરકારના જાહેરનામા મુજબ દર્શનાર્થીઓ માટે ઉતારા તથા પ્રસાદની વ્યવસ્થા બંધ કરી હતી તે બહારગામથી આવતા યાત્રિકો માટે પુનઃ ઉતારો અને મહાપ્રસાદની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે.
ખોડિયાર માતાજી મંદિર માટેલ ધરા ખાતે આસોં માસના નવલા માતાજીના નોરતામાં નવ દિવસ નવરાત્રી દરમિયાન આઇ શ્રી ખોડિયાર માતાજીના પાવન સનમુખ નાની બાળાઓ ગરબે ઘૂમશે. તથા આરાધના કરશે તેમજ સવાર સાંજ માતાજીની નવ દિવસ ઢોલ-નગારાના ધેરા નાદથી મહાઆરતી કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન બહારગામના યાત્રિકોને ઉતારાની સગવડ પણ કરી આપવામાં આવશે. માટેલ આવતા દરેક ભક્તજનોને સોશિયલ ડીસ્ટન્સ રાખવાનું રહેશે. તેમજ માસ્ક પહેરીને દર્શન કરવાનું ફરજિયાત રહેશે. મહંત રણછોડદાસબાપુ દુધરેજીયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.