મોરબીઃ કોરોના લોકડાઉનની અમલવારી માટે મોરબી જિલ્લાની પોલીસ પ્રથમ દિવસથી દોડધામ કરી રહી છે અને 9 દિવસ સુધી સ્થિતિ કાબૂમાં જોવા મળી હતી.
સરકારે રાશન માટેની જેમ વ્યવસ્થા કરી છે. તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે બહાર નીકળવા છૂટ આપી હોવાને પગલે મોરબીના નહેરુ ગેટ ચોકમાં રોજીંદા જોવા મળે તેટલા વાહનો એકત્ર થયા હતા.
આ ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ તૈનાત હતી અને લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેથી થોડીવારમાં વાહનોની કતારો લાગી ગઈ હતી. જેની જાણ થતા જિલ્લા SP, LCB ટીમ અને A- ડીવીઝન PI સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તાકીદે વાહનોને ત્યાથી રવાના કરવા અને જરૂરી પગલા લેવાયા હતા. તેમજ સામાકાંઠે જવાનો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.