બનાવની મળતી વિગત મુજબ મોરબીના બધુંનગર પાસે આવેલી પ્લાયવુડ દુકાનમાં લગભગ રાત્રીના 2:૩૦ વાગે આગ લાગી હતી જેની જાણ થતા મોરબી ફાયર વિભાગના વિનય ભટ્ટ ,જયપાલ જાડેજા , કિશન ભટ્ટ , ઉત્પલ બારોટ અને કાર્તિક ભટ્ટ સહિતના બે ફાયર ફાઈટરો સાથે દોડી ગયા હતા અને કલાકોની જેહ્મત બાદ આગ પર વેહલી સવારે કાબુ મળવ્યો હતો.
આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી પણ આગ વધુમાં મળતી વધુ વિગત મુજબ આગ મોડી રાતે લાગી ત્યારે ત્યાં બેઠલા સીક્યુરીટ ગાડે જાણ કરી હતી અને શુક્રવાર રાત્રે પણ કોઈ ટીકળખોરે આગ લગાવનો પ્રયાસ કર્યો હોવાનું આધારભૂત સુત્રોંથી જાણવા મળ્યું છે પણ સદનસીબે કોઈ જાનહાની નથી પણ આગના લીધે દુકાનમાં રેહલો માલ બળીને ખાખ થઇ ગયો હતો.