મોરબી જિલ્લામાં વધતા કોરોના કહેર અટકાવવા મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલે આજે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ની કલમ 144 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 37 (4) મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જેમાં પાન, ગુટખા, તમાકુના દુકાનદારે પાન તમાકુ વેચાણ પાર્સલથી જ કરવા જણાવ્યું છે. તેમજ દુકાન પર બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટ અંતર જાળવવાનું રહેશે.
એકસાથે 4થી વધુ વ્યક્તિઓ એક જ સમયે દુકાન પર હાજર રહી શકશે નહિ તથા દુકાનદારે સોશ્યલ ડિસટન્સિગ જાળવવા એક વ્યક્તિને વ્યવસ્થા માટે રાખવાના રહેશે અને જાહેર સ્થળો પર પાન, ગુટખા અને તમાકુનં સેવન પરવા પર પ્રતિબંધ રહેશે. તો ચા-કોફી અને નાસ્તાની લારી બંધ રાખવાના રહેશે. આ જાહેરનામું મોરબી જિલ્લાના સમગ્ર ગ્રામ્ય અને શહેરી વિસ્તારને લાગું પડશે. જેની અમલવારી તા. 13થી 31 જુલાઈ સુધી કરવાની રહેશે.
કોરોનાને ફેલાતો અટકાવવા 13થી 31 જુલાઈ સુધી જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્ર ખાતે તથા ઝોનલ કચેરીઓમાં મર્યાદિત સેવાઓ ચાલુ રહેશે. તે સિવાયની અન્ય તમામ કામગીરી જાહેર જનતાના આરોગ્ય હિતને ધ્યાને લઈને બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. તેમજ અત્યંત આવશ્યક હોય એવા ખાસ કિસ્સામાં શરતોને આધિન સંબંધિત અધિકારીની પરવાનગીથી જ પ્રવેશ આપવામાં આવશે.
અરજદારઓએ/કર્મચારીઓએ ફરજીયાત માસ્ક/રૂમાલથી પોતાનું મોં ઢાકીને જ કચેરીમાં આવવાનું રહેશે. અરજદાર કચેરીમાં પ્રવેશતા પહેલા સંબંધિત અધિકારીની મંજૂરીની ખરાઇ કરાવવાની રહેશે. પ્રવેશદ્વાર ખાતે રાખવામાં આવેલા રજીસ્ટરમાં પોતાની વિગતો નોંધાવ્યા બાદ જ કચેરીમાં પ્રવેશ કરવાનો રહેશે. પોતાનું કામ પુરૂ કરીને તુરંત જ કચેરી છોડી દેવાની રહેશે. કચેરીમાં ધુમ્રપાન કે જ્યાં ત્યાં થુકવાનું રહેશે નહિ.
આ અંગે નાસ્તાની લારી ચલાવતો યુવાન જણાવ્યું હતું કે, છેલ્લા 3 મહિનાથી અમારા ધંધા બંધ હોવાથી અમારે ગુજરાતન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે ફરી એકવાર જિલ્લામાં ચા-નાસ્તાની લાગી બંધ કરતાં અમારે બે ટંક માટે વલખા મારવા પડે છે. જેથી અમે તંત્ર અપીલ કરીએ છીએ કે, અમારી સમસ્યાનું ધ્યાનમાં રાખીને તંત્ર યોગ્ય