ETV Bharat / state

Morbi Crime : મોરબીના આધેડની હત્યા કરનાર રીઢો ગુનેગાર, આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન અને મારામારીના 8 ગુના - આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન અને મારામારીના 8 ગુના

મોરબીમાં અડોશપડોશમાં રહેતાં લોકો વચ્ચેની તકરાર છેવટે હત્યામાં પરિણમી છે. જેમાં વલીમહમદ હબીબ જામે ફટાકડા દૂર ફોડવાનું કહેવામાં આવતાં ઉશ્કેરાઇને આધેડ રાજેશદાનની છાતીમાં છરી હુલાવી દીધી હતી. અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડેલા આરોપી વલીમહમદ હબીબ જામને પોલીસે પકડી લીધો છે.

Morbi Crime : મોરબીના આધેડની હત્યા કરનાર રીઢો ગુનેગાર, આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન અને મારામારીના 8 ગુના

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2023, 3:03 PM IST

મોરબી : મોરબી શહેરની લાભનગર સોસાયટીમાં પાડોશીને ફટાકડા દૂર ફોડવા બાબતે સમજાવવા જાતે ગઢવી આધેડ અને પાડોશી વચ્ચે માથાકૂટ થવા પામી હતી. જેમાં આરોપીએ છાતીમાં છરીના ઘા ઝીંકી દઈને હત્યા નીપજાવી હોય જે બનાવ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડેલા આરોપી લીમહમદ હબીબ જામ રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે.

પહેલાંથી માથાભારે આરોપી તકરાર કરતો : મોરબીના વેજીટેબલ રોડ પર લાભનગરમાં રહેતા નારાણભા પંચાણભા દેવસુર આરોપી વલીમહમદ હબીબ મિયાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના કૌટુંબિક સાળા રાજેશદાનનું મકાન બાજુમાં અને લાખાભાનું મકાન આગળની શેરીમાં આવેલ છે તેની સામે વલીમહમદ હબીબનું મકાન આવેલ છે જે શેરીમાં આવવા જવા માટે અવારનવાર રાજેશદાન સાથે માથાકૂટ કરતો હતો પાંચેક દિવસ પૂર્વે શેરીમાં વલીમહમદ ફટાકડા ફોડતો હોય જેથી રાજેશદાને શેરીમાં નહિ ફોડવા કહેતા ઝઘડો કરી ગાળો આપી હતી અને શેરી કોઈના બાપની નથી તમારે ગઢવીને અહી રહેવું હોય તો રહેજો નહીતર ઘર મુકીને જતા રહેજો ત્યારે બંનેને સમજાવતા વલીમહમદ પોતાના ઘરે જતો રહ્યો હતો અને જતા જતા આજે તું બચી ગયો, હવે મારી સાથે જીભાજોડી કરતો નહીં મોકો મળ્યે ઠામ પતાવી દઈશ તેવી ધમકી આપી હતી.

ગાળો આપી અને બાદમાં હત્યા નીપજાવી : બાદમાં તા.7 નવેમ્બરના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યે જમીને ઘરે હાજર હોય ત્યારે શેરી આગળ રહેતા લાખાભાવાળી શેરીમાં દેકારો થતા ફરિયાદી અને તેનો દીકરો રવિભા તેમજ રાજભા ત્રણેય ગયા અને વલીમહમદ હબીબ મિયાણા લાખાભા ગઢવીના ઘર પાસે શેરીમાં રાજેશદાન સાથે બોલાચાલી કરતો હતો અને રાજેશદાન આરોપીને કહેતો હતો કે લાખાભાના ઘરનાને આખલાએ ધીક મારી છે માથામાં ઈજા થઇ જેની સારવાર ચાલે છે અને તું શેરીમાં ફટાકડા ફોડે છે. થોડે આગળ ફોડ કહેતા વલીમહમદ શેરી કોઈના બાપની નથી કહીને ગાળો આપવા લાગ્યો હતો. ગાળો બોલવાની ના પાડતા પેન્ટના નેફામાંથી છરી કાઢી છરીનો ઘા રાજેશદાનને છાતીમાં મારી ડેટા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.

ડીવાયએસપીએ આપી માહિતી : હત્યાના બનાવ મામલે મોરબી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી વલીમહમદ હબીબ જામને ઝડપી લીધો છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હત્યાનો આરોપી રીઢો ગુનેગાર હોવાનું અને અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે જાણમાં આવ્યું છે. પાસા અને હદપારીમાં પણ આરોપીની અટકાયત પણ થઇ ચૂકેલી છે. હાલ તો બી ડીવીઝન પોલીસે હત્યાના આરોપીને ઝડપી લીધો છે જે ઇસમ રીઢો ગુનેગાર હોવાની માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન અને મારામારીના 8 ગુના નોંધાઈ ચુક્યા છે આરોપીની પાસા તેમજ હદપારીના ગુનામાં અગાઉ અટકાયત કરવામાં આવી હોવાની માહિતીપાસેથી પ્રાપ્ત થઇ છે.

  1. Morbi Crime News: પતિએ પત્નીની હત્યા કરી મોરબીમાં અને મૃતદેહ લઈ 450 કિમી દૂર છોટાઉદેપુર પોલીસ સમક્ષ સરેન્ડર થયો
  2. Surat Crime News: પલસાણામાં ઘરમાલીકની કરપીણ હત્યા કરી 2.50 લાખનો મુદ્દામાલ લઈ ચોરો ફરાર, પોલીસે ગોઠવી નાકાબંધી
  3. Porbandar Crime : પોરબંદરમાં પત્નીને ભગાડી ગયા બાદ કરાઈ યુવકની હત્યા, બે આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.