ETV Bharat / state

મોરબી સિરામિક ઉદ્યોગ ફરી બેઠો થયો, વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ - સિરામિક પ્રોડક્ટ મોંઘી

કોરોનાના કેસો ઓછા થતા હવે ફરી વખત મોરબી સિરામિક(Morbi ceramic industry) ઉદ્યોગ બેઠો થયો છે. પરંતુ આ વચ્ચે ફરી કેસો વધી રહ્યા છે તો ચિંતા પણ જોવા મળી રહી છે. હાલ તો વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ થયું છે.

મોરબી સિરામિક ઉદ્યોગ ફરી બેઠો થયો, વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ

author img

By

Published : Dec 30, 2022, 2:12 PM IST

મોરબી સિરામિક ઉદ્યોગ ફરી બેઠો થયો, વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ

મોરબી સિરામીક સિટી તરીકે (Morbi Ceramic City) ઓળખ ધરાવતા મોરબીમાં આવેલી સિરામિક ઇન્ડસ્ટ્રી (Morbi Ceramic Industry) દિવસ-રાત ધમધમી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન સિરામિક ઉધોગમાં (Ceramic industry of Morbi) મોટા ઉતાર ચઢાવ આવ્યા હતા. પરંતુ હાલ કોરોના કેસો ઓછા થયા છે જેના કારણે ફરી તમામ ધંધા ધમધમી રહ્યા છે. ત્યારે હવે હાલ તમામ ઉદ્યોગો પૂર્વવત થયા છે. ગેસ અને કન્ટેઇનરના ભાવ ઘટતા આ વર્ષે વૈશ્વિક સ્તરે 1400 કરોડનું (exports 1400 crores globally) એક્સપોર્ટ થયું છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી બેઠો થયો છે. વૈશ્વિક સ્તરે સફળતા હાંસલ કરવા તરફ અગ્રેસર થયો છે.

ઉત્પાદનમાં ઘટાડો કોરોનાના કારણે ધટાડો આવ્યો હતો મોરબી સિરામિક એસોસીએશનના પૂર્વ પ્રમુખ નીલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાનો વ્યાપ વધતા ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. એક્સપોર્ટના ઉદ્યોગમાં તેની આડઅસર પણ જોવા મળી રહી હતી. ખાસ તો ગેસનો ભાવ વધારો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે રીતે ગેસના ભાવ વધ્યા તેના કારણે મોરબીની પણ સિરામિક પ્રોડક્ટ મોંઘી થઈ હતી.

વૈશ્વિક સ્તરે ઘટાડો તાજેતરમાં ગેસના ભાવમાં વૈશ્વિક સ્તરે ઘટાડો કરવામાં આવ્યો છે. તેના પરિણામ સ્વરૂપે પડતર નીચી આવતા તથા એક્સપોર્ટના કન્ટેનરના ભાડામાં પણ ઘટાડો આવ્યો છે. કારણ કે કોરોનાના આગમન સમયે કન્ટેનરના ભાડામાં પાંચથી છ ગણો ભાવ વધારો આવ્યો હતો. હાલ કન્ટેનરના જે મૂળ ભાવ હતા એ પૂર્વવત સ્થિતિ તરફ આવી રહ્યા છે. તેવું તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો 1992 પછી પહેલી વખત રાજ્યના દરિયાકાંઠાની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર હથિયાર સાથે ડ્રગ્સ ઝડપાયું: DGP

વધારો અસર કરી ગયો જ્યારે ગેસ અને કન્ટેનરના ભાવમાં ભાવ વધારો આવ્યો ન હતો. એવા સમયે પણ 1300 થી 1400 કરોડનું એક્સપોર્ટ મોરબીમાં થતું હતું. પરંતુ ગેસ અને કન્ટેનરના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ભાવ વધારાના કારણે પડતર કિંમત પર તેની અસર થઈ હતી. તેથી સિરામિક ઉદ્યોગનું એક્સપોર્ટ 1300થી ઘટીને 1000-1200 કરોડ સુધી પહોંચી ગયું હતું. હાલ ફરી આ ઇન્ડસ્ટ્રીએ પોતાનું સ્થાન મેળવ્યું છે.

જીએસટીના દાયરામાં આ સાથે તેમણે સરકારને પણ વિનંતી કરતા એવું જણાવ્યું હતું કે ગેસને જીએસટીના દાયરામાં લેવામાં આવે ઉદ્યોગ વૈશ્વિક કક્ષાએ સારું એવું પરિણામ લાવી શકે તેમ છે. તેના માટે ગેસના ભાવમાં હજુ પણ ઘટાડો કરવો અનિવાર્ય છે. જો તેવું કરવામાં આવશે તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નીક ઇન ઇન્ડિયા અને લોકલ ટુ વોકલનું સૂત્ર થશે તેવું તેમણે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.