ETV Bharat / state

Morbi Bridge Collapse: નગરપાલિકાને વધુ એક નોટીસ, આકરા નિર્ણયના એંધાણ - મોરબી હાઇકોર્ટ

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડ્યાની ઘટના બાદ નગરપાલિકાને સુપરસીડ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગત મહિનામાં કારણદર્શન નોટીસ આપ્યા બાદ પાલિકાએ દસ્તાવેજ ન હોવાને કારણે કેટલાક કારણ આગળ મૂક્યા હતા. પણ આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે. જે દસ્તાવેજો પાલિકાને આપી દીધા બાદ ફરીથી નોટીસ ફટકારીને જવાબ રજૂ કરવાના આદેશ કરાયા છે. જે માટે 16 ફેબ્રુઆરી સુધીની સમય મર્યાદા આપવામાં આવી છે.

Morbi Bridge CollapseMorbi Bridge Collapse: નગરપાલિકાને વધુ એક નોટીસ, આકરા નિર્ણયના એંધાણ

author img

By

Published : Feb 15, 2023, 9:52 AM IST

અમદાવાદ/મોરબી: રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મોરબી નગરાપાલિકાના પ્રમુખને નોટીસને જવાબ દેવા માટે ટકોર કરવામાં આવી છે. જેને લઈને મોરબી પાલિકાની મુશ્કેલીઓમાં વધારો થતો હોય એવું લાગી રહ્યું છે. કેટલાક અધિકારીઓ સામે પણ પ્રશ્નો ઊઠી રહ્યા હોવાનું ચર્ચામાં છે. આ નવા જાહેર થયેલા એક પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તમારા વકીલની તારીખ 7 ફેબ્રૂઆરીની લેખીત રજૂઆત અન્વયે કચેરીના તારીખ 18 જાન્યુઆરીના રોજ પાઠવવામાં આવેલી ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 263 હેઠળની કારણદર્શક નોટીસ સંદર્ભે સામાન્ય સભાના ઠરાવ સ્વરૂપે લેખીત જવાબ 16 ફેબ્રૂઆરી સુધીમાં મોકલી દેવા માટે જણાવવામાં આવ્યું છે. જે મળ્યે રૂબરૂ સુનાવણીની તક આપવી કે નહીં એ અંગે વિચાર કરવામાં આવશે.

આ પણ વાંચો Morbi Bridge Collapse : જયસુખ પટેલના સમર્થનમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય, તો સીદસર ઉમિયાધામથી પત્ર લખાયો

શહેરી વિકાસ વિભાગ: જો સમય મર્યાદામાં કોઈ લેખીત જવાબ આપવામાં નહીં આવે તો આ બાબતે કોઈ રજૂઆત કરવા માંગતા નથી. તેમ ગણીને સરકાર એકપક્ષી નિર્ણય લેવા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરાશે. તેમ પણ શહેરી વિકાસ વિભાગના નાયબ સચીવના પત્રમાં જણાવવામાં આવ્યું છે. શહેરી વિકાસ વિભાગની નોટીસના પગલે તારીખ 15 ફેબ્રૂઆરીના રોજ સવારે પાલિકા ખાતે બોર્ડ પણ મળવાનું હતું. એવું પાલિકાના સુત્રોમાંથી જાણવા મળે છે.

આ પણ વાંચો Morbi Bridge Collapse: મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલહવાલે, પૂછપરછમાં બહાર આવેલી માહિતી અંગે પોલીસ મૌન

આજે સામાન્ય સભા: મોરબી નગરપાલિકાએ બુધવારે એટલે કે આજે સામાન્ય સભા બોલાવી છે. ઓરેવા ગ્રૂપ દ્વારા 2018 અને 2020 વચ્ચે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની નાગરિક સંસ્થાએ કેમ નોંધ લીધી નથી. પાલિકાએ બ્રિજની સ્થિતિ જાણ્યા હોવા છતાં અગાઉનો કોન્ટ્રાક્ટ પૂરો થયા પછી 2017માં કંપની પાસેથી બ્રિજ લેવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી આ નોટિસમાં જણાવામાં આવ્યું છે.

3 મહિનાથી વધારે સમય: આ બનાવને ત્રણ મહિનાથી વધારે સયય થઇ ગયો હોવા છતા હજુ કોઇ ખરેખર અને ગંભીર સજા આરોપીઓને મળી નથી. દિવસો ઉપર દિવસો જશે તારીખ પર તારીખ જઇ રહી છે. પરંતુ કોઇના સગા, સંબધીઓ કયારે પાછા નહિં આવે. પરંતુ આ ઠંડી ચર્ચાઓ કયારે તેમના પરિવારોને ન્યાય અપાવશે તે નક્કી નથી. હાલ તો તે તમામના પરિવારના લોકો ઝંખના કરી રહ્યા છે કે ન્યાય મળે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.