મોરબીઃ મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલના બુધવારે રિમાન્ડ મંજૂર કરાયા હતા. જોકે, અગાઉ ઝડપાયેલા 9 પૈકી 7 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ અરજી પર આજે કોર્ટમાં દલીલો થઈ હતી. તો કોર્ટે હવે આ અરજીમાં 4 ફેબ્રુઆરીની મુદત આપી છે. એટલે આ તારીખે કોર્ટ પોતાનો હુકમ સંભળાવી શકે છે.
આ પણ વાંચો Morbi Bridge Collapse: આરોપી જયસુખ પટેલ જેલના હવાલે
કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીઃ મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી મેનેજર દિપક પારેખ, દિનેશ દવે, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ, મુકેશ દલસિંગ ચૌહાણ, મનસુખ વાલજીભાઈ ટોપિયા અને માદેવ લાખાભાઈ સોલંકી એમ 7 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી, જેમાં કોર્ટમાં બંને મેનેજર વસ્તુના ખરીદવેચાણ કરવાનું અને બીલ ચૂકવણી કરવાનું હતું. તેમ જ બીજા મેનેજરને કોન્ટ્રાકટ પર ધ્યાન રાખવાનું હતું. તો પુલ ચાલુ કરવો તે અંગે નિર્ણય લેવાની તેમની પાસે સત્તા નહતી. જ્યારે સિક્યોરિટી ગાર્ડ લોડિંગ અને અનલોડિંગ કર્મચારી હતા, જેને સિક્યુરીટી તરીકે મુકવામાં આવ્યા હતા. જે સિક્યુરીટી ગાર્ડે કેટલા લોકોને જવા દેવા તેવી સૂચના આપી નહતી સહિતની દલીલો કરવામાં આવી હતી.
આગામી 4 તારીખે હુકમ આવી શકે છેઃ મોરબી કોર્ટે બંને પક્ષની દલીલોને સાંભળી હતી અને આગામી 4 ફેબ્રુઆરીની મુદત પડી છે. ત્યારે હવે જામીન અરજી મામલે આ દિવસે હુકમ આવે તેવી શક્યતા છે. તો ચાર્જશીટમાં 164 લોકોના નિવેદનો લેવામાં આવે તેવી આરોપીઓએ માગણી કરી હતી.
આ પણ વાંચો Morbi bridge tragedy: મોરબી પુલ દુર્ઘટના, જયસુખ પટેલના સાત દિવસના રીમાન્ડ મંજૂર
પાલિકાની શું જવાબદારી હતી તે હજુ નક્કી નથી થઈઃ ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જે પરિવારજનોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. તો વહેલી તકે મુખ્ય આરોપીઓ સામે સકંજો કસાય તેવી માગ કરવામાં આવી રહી છે. જ્યારે આરોપી જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયા છે. તેને પણ કડક સજા કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે. આ દુર્ઘટનામાં 90 દિવસથી વધારે સમય વીત્યો છતાં પણ પાલિકાની શું જવાબદારી હતી. તે હજી સુધી નક્કી થઇ નથી. તે ક્યા કારણોસર વિલંબ થઇ રહ્યો છે તેની સામે ક્યારે કાર્યવાહી થશે તેવા સવાલો ઊભા થયા છે.