મોરબીઃ ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં આગેવાનો અને ખેડૂતો જોડાયાં હતાં. આ રક્તદાન કેમ્પમાં 226 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જે કેમ્પમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને યુવા અગ્રણી અજય લોરિયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. તો કેમ્પમાં યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો. કેમ્પના અંતે ૨૨૬ રક્તની બોટલ એકત્ર કરાઈ હતી.