ETV Bharat / state

લધુમતી વિસ્તારોમાં સરકારના ઈશારે પોલીસ તંત્રનો દુરુપયોગ: કોંગ્રેસ ઉમેદવાર જયંતીલાલ

મતદાનને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે 65 મોરબી-માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલે મોરબીના મુખ્ય ચૂંટણી નિરીક્ષક ડોક્ટર હરિઓમને લેખિતમાં રજૂઆત કરી છે કે, પછાત વિસ્તારો તેમજ લઘુમતી વિસ્તારોમાં સરકારના ઇશારે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ આક્ષેપોને પગલે રાજકારણ ગરમાયું છે.

પછાત અને લધુમતી વિસ્તારોમાં સરકારના ઈશારે પોલીસ તંત્રનો દુરુપયોગ: કોંગ્રેસ ઉમેદવાર

author img

By

Published : Nov 2, 2020, 8:23 PM IST

Updated : Nov 2, 2020, 9:05 PM IST

  • માળિયા પેટા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી
  • કોંગ્રેસના ઉમેદવાર દ્વારા સરકારી તંત્ર પર ગંભીર આક્ષેપ
  • રાજ્ય સરકારની સૂચનાથી પોલીસ દ્વારા મતદારોમાં ભય ફેલાવામાં આવી રહ્યો છે

મોરબીઃ મોરબી કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલે મુખ્ય ચૂંટણી નિરીક્ષક હરિઓમને લખેલા પત્રમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના ઈશારે મોરબી જિલ્લા તેમજ રાજકોટ જિલ્લાના પોલીસ તંત્રની તમામ ફોજને પછાત તેમજ લઘુમતી મતદારો ધરાવતા વિસ્તારોમાં ઉતારી દેવામાં આવી છે. જયંતીલાલ પટેલે પોતાની રજૂઆતમાં વધુ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, પોલીસ ખાતું કોંગ્રેસ તરફી મતદાન થઇ શકે તેવા વિસ્તારોમાં ફરીને મતદાન નહીં કરવાનું જણાવી રહ્યા છે. એવું મારા ધ્યાનમાં આવ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જયંતીલાલ વધુ ઉમેર્યું કે, રાજ્ય સરકારના પ્રધાનોની સૂચનાને લઈને પોલીસ તંત્ર દ્વારા મતદારોમાં ભય ફેલાવવામાં આવી રહ્યો છે. પોલીસ તંત્રનો પ્રભાવ પડે એ માટે રાજકોટ રેન્જના આઈજી સહિત વિવિધ વિસ્તારોના પોલીસ અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી મોરબીમાં રોકાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

કોંગ્રેસ ઉમેદવાર જયંતીલાલ

કોંગ્રેસ ઉમેદવારે મુખ્ય ચૂંટણી નિરીક્ષકને પત્ર લખ્યો

જયંતીલાલ પટેલે મુખ્ય ચૂંટણી નિરીક્ષકને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર મોટા પાયે આ પેટા ચૂંટણીમાં સરકારની એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. મતદારોમાં ભયનો માહોલ ફેલાય તેવી કાર્યવાહીને લઇને ઓછું મતદાન થાય તેવી આશંકાઓ સેવાઈ રહી છે. સ્વસ્થ લોકશાહીની પ્રક્રિયા માટે આ ખૂબ જોખમી બાબત છે. નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા સુચારુરૂપથી સંપન્ન થાય એ માટે આપ ત્વરિતપગલા ભરશો. કોંગ્રેસ ઉમેદવારના આવા આક્ષેપોથી મોરબી-માળીયાની પેટા ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે.

Last Updated : Nov 2, 2020, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.