- 5.90 લાખ જેટલી રોકડની ચોરી
- 5 તોલા સોનાના દાગીનાની ચોરી
- એક જ રાત્રીમાં 3 મકાનના તાળા તૂટ્યા
મોરબીઃ જિલ્લો તસ્કરો માટે રેઢું પડ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ચોરીના છાસવારે બનતા બનાવોને પગલે જાનમાલની સલામતી અંગે લોકો ચિંતિત છે તો હાલ રાત્રી કરફ્યૂ અમલી હોવા છતાં ગુરુવારે રાત્રીના સમયે નીચી માંડલ ગામે તસ્કરોએ એક જ રાત્રીના 3 મકાનોને નિશાન બનાવ્યાં હતાં. જેમાં ધીરુભાઈ કુંડારિયાના ઘરમાંથી 20,000 રોકડ, પ્રાણજીવનભાઈ અઘારાના ઘરમાંથી 70-75,000ની રોકડ રકમ તસ્કરો ચોરી ગયા હતા. આ ઉપરાંત ગામમાં આવેલા કાન્તિલાલ કુણપરાના ઘરમાંથી 5 લાખની રોકડ રકમ અને 5 તોલા સોનાના દાગીના ચોરી કરી છે.
આ પણ વાંચોઃ રોડ પર લાગેલા CCTVના જંકશન બોક્સમાંથી સામાન ચોરી કરનારની ધરપકડ
એક જ રાત્રીમાં 5.90 લાખની રોકડ ઉપરાંત સોનાના દાગીનાની ચોરી
આમ મોરબી જિલ્લાના નીચી માંડલ ગામમાંથી એક જ રાત્રીમાં 3 ઘરમાં ચોર ત્રાટક્યા હતા. જેમાં 5.90 લાખ રૂપિયા અને 5 તોલા સોનાની ચોરી કરી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ દોડી પણ ફરિયાદ નોંધાઈ નથી
બનાવની જાણ થતાં તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જો કે, બનાવ અંગે હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી, તો રાત્રી કરફ્યૂની અમલવારી અને પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. નીચી માંડલ ગામે એક જ રાતમાં 3 મકાનમાંથી તસ્કરોએ લાખોની મત્તા ચોરી હોવાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.