ETV Bharat / state

મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઇ ગ્રામજનોમાં રોષ, શાળાની કરી તાળાબંધી

author img

By

Published : Jul 23, 2019, 4:53 PM IST

Updated : Jul 23, 2019, 5:08 PM IST

મોરબી: સરકાર દ્વારા મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા અનાજ અને કઠોળની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠતા હોય છે. ખોરાકની ગુણવત્તાને લઈને લોકો વિરોધ કરતા હોય છે. મંગળવારે હળવદના ગોકુળિયા ગામમાં મધ્યાહન ભોજનમાં ચણાની ગુણવત્તાને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ તાળાબંધી કરીને વિરોધ કર્યો હતો.

સ્પોટ ફોટો

બનાવની મળતી માહિતી મુજબ હળવદના ગોકુળિયા ગામે સરકારની યોજના મુજબ મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે જોકે, બાળકોના મધ્યાહન ભોજન માટે આવેલા ચણાની ગુણવત્તા યોગ્ય ના હોય જેથી ગ્રામજનોએ હોબાળો કર્યો હતો. તંત્રની આંખ ખોલવા માટે મધ્યાહન ભોજનના રૂમને જ તાળાબંધી કરી હતી અને સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઇ ગ્રામજનોમાં રોષ, શાળાની કરી તાળાબંધી

મધ્યાહન ભોજનમાં વિદ્યાર્થીઓને સડેલા ચણા આપવામાં આવતા હોવાથી વાલીઓ રોષે ભરાયા હતા અને ગ્રામજનો શાળાએ એકત્ર થઈને રૂમને તાળાબંધી કરી હતી. જે બનાવ મામલે શાળાના આચાર્ય મનોજ સોની સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, ગ્રામજનોએ આજે તાળાબંધી કરી હતી તે બાબત સાચી છે. ભોજનમાં અપાતા ચણાની ગુણવત્તા નબળી હોવાનું અગાઉ પણ તેમને સંબંધિત તંત્રને જાણ કરી હતી. આજે વાલીઓએ મધ્યાહન ભોજનમાં અપાતા ચણાની ગુણવત્તાને લઈને નારાજગી દર્શાવી હતી.

Intro:gj_mrb_06_22jul_halvad_madhyahan_bhojan_talabandhi_video_av_gj10004
gj_mrb_06_22jul_halvad_madhyahan_bhojan_talabandhi_script_av_gj10004
Body:હળવદના ગોકુળિયા ગામના મધ્યાહન ભોજનના રૂમના ગ્રામજનોએ તાળાબંધી કરી
મધ્યાહ્ન ભોજનમાં અપાતા ચણાની ગુણવત્તા સામે સવાલો
         સરકાર દ્વારા મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા અનાજ અને કઠોળની ગુણવત્તા સામે અનેક સવાલો ઉપસ્થિત થતા હોય છે ખોરાકની ગુણવત્તાને લઈને લોકો વિરોધ કરતા હોય છે જેમાં આજે હળવદના ગોકુળિયા ગામમાં મધ્યાહ્ન ભોજનમાં ચણાની ગુણવત્તાને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ તાળાબંધી કરીને વિરોધ દર્શાવ્યો હતો
         બનાવની મળતી માહિતી મુજબ હળવદના ગોકુળિયા ગામે સરકારની યોજના મુજબ મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ બાળકોને મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે જોકે બાળકોના મધ્યાહ્ન ભોજન માટે આવેલા ચણાની ગુણવત્તા યોગ્ય ના હોય જેથી ગ્રામજનોએ હોબાળો કર્યો હતો અને નીમ્ભર તંત્રની આંખ ખોલવા માટે મધ્યાહ્ન ભોજનના રૂમને જ તાળાબંધી કરી હતી અને સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો મધ્યાહ્ન ભોજનમાં વિદ્યાર્થીઓને સડેલા ચણા આપવામાં આવતા હોય જેથી વાલીઓ રોષે ભરાયા હતા અને ગ્રામજનો શાળાએ એકત્ર થઈને રૂમને તાળાબંધી કરી હતી જે બનાવ મામલે શાળાના આચાર્ય મનોજ સોની સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે ગ્રામજનોએ આજે તાળાબંધી કરી હતી તે બાબત સત્ય છે ભોજનમાં અપાતા ચણાની ગુણવત્તા નબળી હોવાનું અગાઉ પણ તેમને સંબંધિત તંત્રને જાણ કરી હતી આજે વાલીઓએ મધ્યાહ્ન ભોજનમાં અપાતા ચણાની ગુણવત્તાને લઈને નારાજગી દર્શાવી હતી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
Last Updated : Jul 23, 2019, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.