મોરબી: નશાની ચૂંગાલમાં ફસાતા યુવાધનને ફરી એક વાર પોલીસે બચાવી લીધા છે. કારણ કે જિલ્લામાં 10,00,000 રૂપિયાના મેફેડ્રોન સાથે એક આરોપીની (Mephedrone drugs seized in morbi) પોલીસે ધરપકડ કરી હતી. SOG પોલીસે બાતમીના આધારે આ આરોપીને ઝડપી પાડી ડ્રગ્સની ચેન તોડી નાખી (gujarat drugs news today) હતી.
પોલીસે આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો આ અંગેની મળતી વિગતો અનુસાર, SOG પોલીસની ટીમ પેટ્રોલિંગમાં (morbi crime news) હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ મિયાત્રાને બાતમી મળી હતી કે, એક ઇસમ સામખિયાળી તરફથી ડ્રગ્સની હેરાફેરી માટે આવી (drug trafficking) રહ્યો છે. એટલે પોલીસ કાફલો સામખિયાળી બાજુથી મોરબી માળીયા નેશનલ હાઈવે રોડ, ભીમસર ચોકડીના ઓવરબ્રિજ પાસે પહોંચ્યો હતો અને વોચ ગોઠવી હતી, જ્યાં દેવિલાલ મગારામ સેવર નામનો એક યુવક આવ્યો હતો. પોલીસે તેની તપાસ અને પૂછપરછ કરતા તેની પાસેથી 10,00,000 રૂપિયાનું 100 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (Mephedrone drugs seized in morbi) ઝડપી પાડ્યું હતું.
રાજસ્થાનનો શખ્સ લઈને આવ્યો હતો પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે, આરોપી દેવિલાલ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો વતની છે. ત્યારે પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ગુનામાં ઉપયોગમાં લેવાયેલા 5,000 રૂપિયાનો એક મોબાઈલ, 4,580 રૂપિયા રોકડ રકમ મળી કુલ 10,09,580 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીને NDPS એક્ટ 8(C), 21 મુજબ ગુનો નોંધીને (ndps act latest news) માળિયા મીયાણા પોલીસને હસ્તગત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ (morbi crime news) ધરી હતી.