આ બેઠકમા સંગઠનને મજબૂત બનાવવા તેમજ સનાતન હિન્દુ ધર્મની રક્ષા તેમજ હિન્દુ સંસ્કૃતીના જતન સહીતની બાબતોની ચર્ચા કરવામા આવી હતી. ઉપરાંત ડો. પ્રવિણભાઈ તોગડીયાએ ટ્રિપલ તલ્લાકનો કાયદો, રામ મંદિર નિર્માણ, કાશ્મીરી હિન્દુઓનુ પૂનર્વસન, ગૌરક્ષા સહીતના મુદે મોદી સરકારની આકરી ટીકા કરી હતી.
આ બેઠકમા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ જી.જે ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી બકુલભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠનપ્રધાન જીતુભાઈ મહેતા, ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ પ્રખંડોના પદાધિકારીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત બેઠકમા મોરબી શહેર તેમજ જિલ્લા ઉપરાંત વિવિધ પ્રખંડોના પદાધિકારીઓની નિમણુંક વિશે ચર્ચા કરવામા આવી હતી.